Narmada: સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ કર્યુ નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ, ગુજરાતમાં દેશના પ્રથમ 3 સ્ક્રેપ સેન્ટરને મંજૂરી મળ્યાની જાહેરાત

|

May 13, 2022 | 3:39 PM

નર્મદા (Narmada) જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીએ (Statue of Unity) પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની ગયુ છે. દિવસે દિવસે અહીં પ્રવાસીઓનો ધસારો વધતો જાય છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ થયુ છે.

Narmada: સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ કર્યુ નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ, ગુજરાતમાં દેશના પ્રથમ 3 સ્ક્રેપ સેન્ટરને મંજૂરી મળ્યાની જાહેરાત
Cabinet Minister Purnesh Modi inaugurates newly constructed bus station at Statue of Unity

Follow us on

નર્મદા (Narmada) જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) એકતા નગર ખાતે આજે નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી (Purnesh Modi) અને સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરવામાં આવ્યું. 3 કરોડ 88 લાખના ખર્ચે આ બસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આગામી 6 મહિનામાં રાજ્યમાં 12,200 કરોડના 3681 જેટલા રસ્તાના ખાત મુહૂર્ત કરવામાં આવશે. મે મહિનાથી ઓકટોબર મહિના સુધીમાં આ તમામ રસ્તાના ખાત મુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ ગુજરાતમાં દેશના પ્રથમ 3 સ્ક્રેપ સેન્ટરને મંજૂરી આપી દીધી હોવાની માહિતી આપી.

નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીએ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની ગયુ છે. દિવસે દિવસે અહીં પ્રવાસીઓનો ધસારો વધતો જાય છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ થયુ છે. જેના કારણે અહીં આવતા પ્રવાસીઓ માટે અને આજુબાજુના ગામડામાંથી આવતા લોકો માટે આ બસ સ્ટેશન આશીર્વાદરૂપ બની રહેશે. ત્યારે આ પ્રસંગે હાજર કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે, આગામી 6 મહિનામાં રાજ્યમાં 12,200 કરોડના 3681 જેટલા રસ્તાના ખાત મુહૂર્ત કરવામાં આવશે. મે મહિનાથી ઓકટોબર મહિના સુધીમાં આ તમામ રસ્તાના ખાતે મુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. ગુજરાતમાં દેશના પ્રથમ 3 સ્ક્રેપ સેન્ટરને મંજૂરી આપી દીધી છે. પ્રથમ સ્ક્રેપ સેન્ટર ઓલપાડમાં કાર્યરત છે. જયારે બીજા બે સેન્ટરને ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવશે.

કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યુ કે, 15 વર્ષ જુના વ્હિકલોના સ્ક્રેપ સેન્ટરોનો મામલો ભારત સરકારનો છે. ગુજરાત સરકાર પાસે વ્હિકલ ફિટનેસનો મામલો છે. ત્યારે સારેપ કે ફિટનેશની બાબત એ ગુજરાત સરકાર પીપીપીના મોડેલથી આગળ વધી રહી છે. ભારત સરકારના નિયમો પ્રમાણે સ્ક્રેપ સેન્ટર્સ બને તે ગુજરાત સરકારે જોવાનું છે. જેનું અનુસરણ થાય છે તે ગુજરાત સરકારે જોવાનું છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ માહિતી આપી કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાબરમતી સુધીના સી પ્લેન નો વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં કાર્યરત પણ થઈ જશે. નર્મદા જિલ્લામાં એરપોર્ટ નિર્માણ બાબતે મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે એરપોર્ટની પહેલી પ્રાયોરિટી અંકલેશ્વર ખાતે બની રહેલ કાર્ગોની છે. 100 કરોડના ખર્ચે રનવેનું ખાત મુહૂર્ત થોડાક દિવસોમાં કરવામાં આવશે. બીજા ફેઝમાં હેંગર બિલ્ડીંગ જેવા અનેક પ્રકરણ સ્ટ્રક્ચર કાર્ગો અંકલેશ્વર ખાતે બને તે પ્રાથમિકતા છે. ત્યારબાદ રાજપીપળા અને નર્મદા જિલ્લામાં પણ બીજી જગ્યા જોવાઈ રહી છે અને નકશાઓ પણ જોવામાં આવી રહ્યા છે.

Published On - 3:36 pm, Fri, 13 May 22

Next Article