Narmada : રાજ્ય સરકાર ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધારને પૂર્ણ કરવા પ્રતિબદ્ધ છે : ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખ
Narmada : આંતરરાષ્ટ્રીય તૃણધાન્ય વર્ષ 2023(international millet year 2023) અંતર્ગત “મિલેટ ડેવલોપમેન્ટ યોજના” હેઠળ નાંદોદમાં તાલુકા કક્ષાનો મેળો અને કૃષિ પ્રદર્શન જનજાગૃતિ ઝુંબેશ હાથ ધરી ખેતીવાડી ખાતા દ્વારા સરાહનીય પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે આજે નાંદોદ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખના અધ્યક્ષસ્થાને રાજપીપલાના આંબેડકર ભવન ખાતે પ્રદર્શન કમ કૃષિમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Narmada : નર્મદા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય તૃણધાન્ય વર્ષ 2023(international millet year 2023) અંતર્ગત “મિલેટ ડેવલોપમેન્ટ યોજના” હેઠળ નાંદોદમાં તાલુકાનો કક્ષાનો મેળો અને કૃષિ પ્રદર્શન જનજાગૃતિ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ખેતીવાડી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સરાહનીય પ્રયાસોના ભાગરૂપે આજે નાંદોદ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ(Dr. Darshanaben Deshmukh – MLA Nandod)ના અધ્યક્ષસ્થાને રાજપીપલાના આંબેડકર ભવન ખાતે પ્રદર્શન કમ કૃષિમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અવસરે નાંદોદ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે ”રાજ્ય સરકાર ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધારને પૂર્ણ કરવા પ્રતિબદ્ધ છે”. ભારત વધુ માત્રામાં તૃણ ઘાન્ય પાકો જેવા કે નાગલી (રાગી), વરી, કોદરી, કાંગ, બંટી અને ચીણો ની ખેતીને મહત્વ આપવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે મોટા ભાગના મિલેટ્સ(millets) પાકો આદિવાસી વિસ્તારોના જંગલોમા જોવા મળે છે. આ ધાન્યને વર્ષો પહેલા આપણા પુર્વજો સંગ્રહ કરીને વર્ષ દરમિયાન ઉપયોગમા લેતા હતા. વડાપ્રાધન નરેન્દ્રભાઈ મોદી(PM Narendra Modi) ખેડૂતમિત્રોની મિલેટ્સ ધાન્ય પાકોનું ઉત્પાદન કરવા માટે અને તે તરફ ધ્યાન કેન્દ્રિત કરવાઆહ્વાન કરી રહ્યા છે. આ પ્રયોગથી જમીનનું અને લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહેશે.
પ્રાસંગિક ઉદ્બોધનમાં તેમણે ઉમેર્યું હતું કે રાજ્ય સરકારના કૃષિ અભિયાનના કારણે ખેડૂતમિત્રો(Farmers)ના પ્રયત્નો અને સક્રિય ભાગીદારી થકી ખેડૂતોની નવી ટેકનોલોજી અપનાવતા થયા છે. રાજ્યના તમામ ખેડૂતો કૃષિ મહોત્સવ થકી ભારત સરકારની અનેકવિધ યોજનાઓ તથા ખેતી ક્ષેત્રની અદ્યતન ટેકનોલોજીની માહિતી પ્રાપ્ત કરી રહ્યા છે. સરકારના પ્રયાસ થકી ખેડૂતોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રીના આહ્વાનને સફળતા મળી રહી છે. આ અવસરે નાના ળકોની તંદુરસ્તી માટે મિલેટ્સમાંથી તૈયાર કરવામાં આવેલ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ બનાવવાની રીત વિશે આંગણવાડી બહેનો દ્વારા સમજણ આપવામાં આવી હતી.

મદદનીશ ખેતી નિયામક (તાલીમ) નર્મદા કેતનભાઇ ઠક્કરે પણ પ્રાકૃતિક ખેતીને વિસ્તારપૂર્વક સમજણ આપી હતી. કેતનભાઇ ઠક્કરે આ અવસરે કહ્યું હતું કે આજના સમયની માગ આધારિત ખેતી કરવી ખુબ જરૂરી છે.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડિયાપાડાના ઇન્ચાર્જ વૈજ્ઞાનિક વી.કે. પોશીયાએ પણ વૈજ્ઞાનિક ઢબે કૃષિ અને પરંપરાગત તૃણ ધાન્યોની કૃષિને અપનાવવા અનુરોધ કરી લાભ વિષે માહિતી પુરી પાડી હતી.
Input Credit : Vishal Pathak, Narmada