Narmada: માંડણ ગામે કરજણ નદીમાં ભરૂચ જિલ્લાના એક જ પરિવારના પાંચ લોકો ડૂબ્યા

|

May 29, 2022 | 9:44 PM

ભરૂચ જિલ્લાનો પરિવાર એક હોડકું લઈને જાતે જ પાણીમાં સહેલ કરવા ગયા હતા. આ સમયે કોી કારણસર હોડકું ઊંધું વળી ગયું હતું જેથી તેમાં બેસેલાં પાચેય લોકો પાણીમાં ડૂબી ગયાં હતાં.

Narmada: માંડણ ગામે કરજણ નદીમાં ભરૂચ જિલ્લાના એક જ પરિવારના પાંચ લોકો ડૂબ્યા
river Karjan at Mandan village (File photo)

Follow us on

નર્મદા (Narmada) જિલ્લાના માંડણ ગામે કરજણ નદી (Karjan River) માં એક જ પરિવારના પાંચ લોકો ડૂબી ગયાં છે. ઘટનાની જાણ છતાં જ રાજપીપળા (Rajpipala) નગરપાલિકાની રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ડૂબી ગયેલા લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી જેમાં મોડી સાંજે એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો જ્યારે અન્ય ચાર લોકોની શોધખોળ રાત સુધી કરવામાં આવી હતી પણ તેમનો પતો લાગ્યો નથી. હવે આવતી કાલે સવારે તેમની શોધખોળ કરવામાં આવશે. રવિવાર હોવાથી ભરૂચ જિલ્લાનો આ પરિવાર માંડણના નદી કિનારે ફરવા આવ્યો હતો.

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા કરજણ ડેમના ઉપરવાસમાં કરજણ નદીમાં ભરાતા પાણીમાં બોટિંગ કરવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ માંડણ ગામે ફરવા આવતા હોય છે. આવો જ એક પરિવાર ભરૂચ જિલ્લામાંથી અહીં ફરવા આવ્યો હતો. અહીં લોકો હોડકામાં બેસીને પાણીમાં સહેલ કરવાની મજા માળતા હોય છે. આ પરિવાર પણ એક હોડકું લઈને જાતે જ પાણીમાં સહેલ કરવા ગયા હતા. આ સમયે કોઇ કારણસર હોડકું ઊંધું વળી ગયું હતું જેથી તેમાં બેસેલાં પાચેય લોકો પાણીમાં ડૂબી ગયાં હતાં. આ ઘટનાને પગલે કિનારા પર રહેલા લોકોમાં દેકારો મચી ગયો હતો. તેઓએ તરત જ તંત્રને જાણ કરતાં રાજપીપળા નગરપાલિકાની રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને શોધખોળ શરૂ કરી એક મહિલાનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. જ્યારે અન્ય લોકોના મૃતદેહ મોડી રાત સુધી મળ્યા નહોતા. હવે તેની શોધખોળ સવારે શરૂ કરાશે. મહિલાના મૃતદેહને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ પરિવારની ઓળખ થઈ શકી નથી પણ પરિવાર ભરૂચ જિલ્લાનો હોવાનું જાણવા મળ્યું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

બીજી બાજુ સુરત નજીક સુવાલીના દરિયામાં પાંચ વ્યક્તિઓ ડૂબ્યા હતા. જેમાંથી એક યુવાનને જીવિત બહાર કાઢવામાં આવ્યો હતો જ્યારે એક વ્યક્તિનું ડૂબી જતા મોત થયું છે. અન્ય ત્રણ વ્યક્તિઓ હજી પણ લાપતા છે. ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ દ્વારા દરિયામાં ડૂબેલા વ્યક્તિઓની શોધખોળ કરવામાં આવી હતી પણ મોડી રાત સુધી તેમની કોઇ ભાળ મળી નથી. ભટાર વિસ્તારમાં રહેતા 23 વર્ષીય સાગર પ્રકાશ સાલવેનું મોત થયું છે.  જ્યારે ઇચ્છાપોરમાં રહેતા સચિનકુમાર જાતવ લાપતા છે. જ્યારે અન્ય બે લાપતા યુવાનોની ઓળખ થઈ નથી.

Next Article