Narmada: સરવેની કામગીરીથી ખેડૂતો નારાજ, નુકસાનની સામે નજીવી વળતરની રકમ અપાતી હોવાનો આક્ષેપ

|

Jul 28, 2022 | 6:07 PM

નર્મદા જિલ્લામાં  1,01,812 લાખથી પણ વધુ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં 59,430 હેક્ટરમાં અતિવૃષ્ટિને (Heavy Rain) કારણે નુકસાન થયું છે જેના સર્વેની કામગીરી ચાલુ છે, જોકે આ  સર્વેથી ખેડૂતો નારાજ છે. 

Narmada: સરવેની કામગીરીથી ખેડૂતો નારાજ, નુકસાનની સામે નજીવી વળતરની રકમ અપાતી હોવાનો આક્ષેપ
Banana Crop failed In Narmada
Image Credit source: File Photo

Follow us on

નર્મદા (Narmada)જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે ખેતીમાં થયેલ નુકસાનમાં સરવેની કામગીરી શરુ કરવામાં આવી છે.  નર્મદા જિલ્લામાં  1,01,812 લાખથી પણ વધુ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં 59,430 હેક્ટરમાં અતિવૃષ્ટિને (Heavy Rain) કારણે નુકસાન થયું છે જેના સર્વેની કામગીરી ચાલુ છે, જોકે આ  સરવેથી ખેડૂતો નારાજ છે.  નર્મદા જિલ્લામાં પડેલા અતિભારે વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયેલુ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કરજણ ડેમમાંથી 2 લાખથી વધુ ક્યુસેક પાણી છોડવાના કારણે હજરપુરા, ભચરવાળા, ભદામ, કરજણ નદી કાંઠાના હજારો એકરમાં પાણીને કારણે નુકસાન થયુ છે.

કેળના  પાકને વ્યાપક નુકસાન

કરજણ નદીની નજીકમાં આવેલ હેલિપેડ વિસ્તારમાં ખેતરમાં તૈયાર થયેલ કેળના પાકમાં વ્યાપક નુકસાન થયુ હતું. નર્મદા જિલ્લાના નાંદોદ, ડેડીયાપાડા, સાગબારા, ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકામાં 1,01,812 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું.આ પાંચ તાલુકામાં 59,430 હેક્ટરમાં અતિવૃષ્ટિને કારણે નુકસાન થયુ છે.. જેમાં 31,009 હેક્ટરમાં હાલ સર્વે થઈ ગયું છે જ્યારે 11,148 હેક્ટરમાં 33 ટકાથી વધુ નુકસાન થયેલ વિસ્તારોનો સરવે ચાલી રહ્યો છે. નર્મદા જિલ્લાના 547 ગામોમાં અતિવૃષ્ટિને કારણે ખેતીમાં નુકસાન થયુ હતુ..હાલ 323 જેટલા ગામોમાં આ કામ પૂર્ણ થયું છે.

કાગળ પર જ સર્વે થતો  હોવાનો આરોપ

જો નર્મદા જિલ્લામાં ખેડૂતોની વાત કરીયે તો 33 ટકાથી વધુ જે ખેડૂતોને નુકસાન થયું છે. તેવા 9741 ખેડૂતો છે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 20 ટિમો બનાવીને સર્વેની કામગીરી તો શરુ કરી દેવામાં આવી છે. પણ ઘણા વિસ્તારના ખેડૂતો સર્વેની કામગીરીથી નારાજ પણ છે. ખેડૂતો કહી રહ્યા છે કે માત્ર કાગળ પાર સરવે કરવામાં આવે છે. જિલ્લામાં હાલ કામગીરી ઘણા વિસ્તરોમાં થઈ ગઈ છે.. પણ હજુ ઘણા વિસ્તારોમાં બાકી છે. ખેડૂત કહી રહ્યા છે કે અમારા પાકનું 15થી 20 લાખનું નુકસાન થયું છે. જેની સામે સરકાર માત્ર 5 હજાર આપે છે કેવી રીતે ખેડૂતની નુકસાનીમાંથી પગભર થાય.

આ પણ વાંચો

જો આટલી ઓછી કિંમત મળે તો ખેડૂત પાયમાલ થઈ જવાના છે. હાલ જ્યારે કેળા ન અભાવ શ્રાવણ માસમાં વધુ મળતા તે પહેલા જ અતિવૃષ્ટિને કારણે આખે આખુ ખેતર ધોવાઈ ગયું, હવે ખેડૂત કેવી રીતે ઉભો થશે તે પણ વિચારવાનો વિષય બન્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ આ વિસ્તારની મુલાકાત લીધી પણ ખેડૂતને તો બાલાવ્યાં જ ન હતા. તો મુખ્યમંત્રીને ખેડૂતની વેદના કેવી રીતે ખબર પડે. માત્ર નજીકના ખેતરોની મુલાકાત લીધી પણ જે ખેતરોમાં વધુ નુકસાન હતું. ત્યાં કોઈ આવ્યું જ નહીં તો ખબર કેવી રીતે પડે કે ખેડૂતને કેટલુ નુકસાન થયું છે આ મુદ્દે ખેડૂતો રોષે ભરાયેલા છે.

Published On - 5:56 pm, Thu, 28 July 22

Next Article