રાજ્યમાં સારા વરસાદની સ્થિતિ વચ્ચે 35 જળાશયો 100 ટકા ભરાયા, મુખ્ય 207 જળપરિયોજનામાં 60 ટકાથી વધુ જળસંગ્રહ

રાજ્યમાં સારા વરસાદની સ્થિતિ વચ્ચે કુલ 35 જળાશયો છલોછલ (Dam Overflaw) ભરાયા છે. રાજ્યના 35 ડેમોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જ્યારે સરદાર સરોવર પરિયોજનામાં 63 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2022 | 5:27 PM

રાજ્યમાં આ વર્ષે સારો વરસાદ (Good Rain) પડી રહ્યો છે. ચોમાસાની ઋતુને હજુ એક મહિનો થયો છે  ત્યા રાજ્યના 35 જળાશયો (Dam)માં 100 ટકા જેટલી પાણીની આવક થઈ ગઈ છે. આ ડેમોમાં કચ્છ (Kutch)ના અબડાસાનો જાંગડિયા ડેમ, બેરાચીયા ડેમ અને મીતી ડેમ 100 ટકા ભરાઈ ગયા છે. જ્યારે  મુન્દ્રાનો ગજોદ અને નખત્રાણાનો ગજાસર ડેમ પણ સંપૂર્ણ ભરાઈ ગયો છે.

નવસારી (Navsari)ના વાંસદા તાલુકામાં આવેલ જૂજ ડેમમાં પણ સરેરાશ 100 ટકા જેટલી પાણીની આવક થઈ છે અને  ડેમ છલોછલની સ્થિતિમાં આવી ગયો છે. તો વાંસદામાં આવેલ કેલિયા ડેમમાં પણ 100 ટકા પાણીની આવક થઈ છે.

ભરૂચના ઝઘડિયા તાલુકામાં આવેલા ધોલી ડેમમાં પણ 100 ટકા પાણીની આવક થઈ છે. સૌરાષ્ટ્રના જળાશયોની જો વાત કરીએ તો જામનગરનો વગાડિયા ડેમ 100 ટકા ભરાઈ ગયો છે. જ્યારે પોરબંદરમાં આવેલા સોરઠી ડેમ પણ  100 ટકા  ભરાઈ ગયો છે.

રાજ્યમાં 42 ડેમ હાઈએલર્ટ પર

હાઈએલર્ટની સ્થિતિમાં હોય તેવા 42 ડેમ છે, જેમા 90 ટકા પાણીની આવક થઈ ગઈ છે. તો વધુ 8 ડેમને એલર્ટ પર રખાયા છે જેમા 80 ટકા સુધી પાણી પહોંચી ગયુ છે. ઉપરાંત રાજ્યમાં જે ડેમોમાં 70 ટકા પાણીની આવક થઈ છે તેવા 14 ડેમ છે. તો આ સાથે સામાન્ય સ્થિતિમાં જેમાં 60 ટકા જેટલી પાણીની આવક થઈ હોય તેવા 131 ડેમ છે.

નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો

નર્મદા ડેમની જો વાત કરીએ તો નર્મદાની જળસપાટી 125.79 મીટરે પહોંચી ગઈ છે. ડેમમાં કુલ 2 લાખ 92 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમમાં કુલ પાણી સ્ટોરેજ ક્ષમતા 1820 મિલિયન ક્યુબિક મીટર છે. છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમમાં 1.75 મીટરનો વધારો નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદને પગલે ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">