રાજયમાં 25 અને 26 નવેમ્બર 2023 દરમિયાન પશ્ચિમની વિક્ષોભ તથા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરરૂપે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં મધ્યમથી ભારે કમોસમી વરસાદ નોંધાયો હતો .
વરસાદ બાદ નુકસાનની પરિસ્થિતિને પહોંચી વળવા તાજેતરમાં વાવણી અને રોપણી કરેલા પાકો તથા ઉભા પાકોમાં થવા પાત્ર સંભવિત અસરો અને તેના બચાવ માટેના ઉપાયો કરવા માટે સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લાના ખેડુત સમુદાયને કેટલીક સાવચેતી રાખવા અંગે ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
નર્મદા જિલ્લામાં ખાસ કરીને કેળના પાકમાં વાનસ્પતિક અને ફળનો વિકાસ વધારે પવન સાથે વરસાદના કારણે છોડ નમી શકે છે ફળવાળા છોડને લાકડાં અથવા વાંસ વડે યાંત્રિક ટેકો આપવો અને પિયત આપવાનું હાલ પુરતું ટાળવા જણાવવામાં આવ્યું છે.કપાસમાં જીંડવાનો વિકાસ સાથે જીંડવા ખુલવાના કારણે વરસાદથી કપાસનું રૂ ભીનું થવાના કારણે રૂ ની ગુણવત્તા ઉપર અસર થઈ શકે છે. રૂ ની વહેલી તકે વીણી કરી લેવી. ખેતરમાં વરસાદના વધારાના પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવી. પિયત આપવાનું હાલ પૂરતું ટાળવું.
તુવેરમાં ફૂલ અને શીંગોનો વિકાસની સ્થિતિ વચ્ચે વાદળછાયા અને ભેજવાળા હવામાનને કારણે શીંગ માખીનો ઉપદ્રવ થઈ શકે છે. હવામાન ખુલ્લું થયા બાદ ભલામણ મુજબની દવાનો છંટકાવ કરવો જોઈએ. ખેતરમાં વરસાદના વધારાના પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવી. પિયત આપવાનું હાલ પૂરતું ટાળવું
ચણાના પાકમાં તાજેતરમાં વાવણી કરેલ પાકના ઉગાવા ઉપર અસર થઈ શકે છે. આગોતરા વાવણી કરેલ પાકમાં લીલી ઇયળ નો ઉપદ્રવ થઈ શકે છે. ખેતરમાં વરસાદના વધારાના પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવી. પિયત આપવાનું હાલ પૂરતું ટાળવું. આ સાથે ખેતરમાં હેક્ટર દીઠ ૨૦ ફેરોમોન ટ્રેપ ગોઠવવા જોઈએ.
દિવેલાના પાકમાં વાદળછાયા અને ભેજવાળા હવામાનને કારણે લશ્કરી અને ઘોડિયા ઈયળ નો ઉપદ્રવ થઈ શકે હવામાન ખુલ્લું થયા બાદ ભલામણ મુજબની કરી ખેતરમાં વરસાદના વધારાના પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવિ જોઈએ
શાકભાજીના પાકોમાં ફળ અને ફૂલનું ખરણ થઈ શકે છે. રોગ જીવાતનો ઉપદ્રવ થઈ શકે. વધારે પવન સાથે વરસાદના કારણે છોડ નમી શકે પરીપકવ શાકભાજીના ફળો વહેલી તકે વીણી કરી બજારમાં વેચાણ માટે મોકલવા જોઈએ. ફળવાળા છોડને લાકડા અથવા વાંસ વડે યાંત્રિક ટેકો આપી દવાનો છંટકાવ કરવા જણાવાયું છે.
વધુ જાણકારી કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી નર્મદાએ જણાવ્યું છે.
Input Credit : Vishal Pathak, Narmada
Published On - 10:25 am, Wed, 29 November 23