Narmada: રાત્રે નર્મદા ડેમના 23 દરવાજા 1.90 મીટર જેટલા ખોલાશે 3.45 લાખ ક્યૂસેક પાણી વહેશે,નીચાણવાસમાં એલર્ટ

|

Aug 15, 2022 | 10:07 PM

સરદાર સરોવર બંધ (Sardar sarovar dam) પુર નિયંત્રણ કચેરીએ વધુ એક ચેતવણી જાહેર કરી કરી છે. આજે રાત્રે દશ વાગ્યે નર્મદા  (Narmada) નદીમાં છોડવામાં આવતા પાણીનું પ્રમાણ વધીને 3.45 લાખ ક્યુસેક થશે

Narmada: રાત્રે નર્મદા ડેમના 23 દરવાજા 1.90 મીટર જેટલા ખોલાશે  3.45 લાખ ક્યૂસેક પાણી વહેશે,નીચાણવાસમાં એલર્ટ

Follow us on

સરદાર સરોવર બંધ (Sardar sarovar dam) પુર નિયંત્રણ કચેરીએ વધુ એક ચેતવણી જાહેર કરી કરી છે. આજે રાત્રે દશ વાગ્યે નર્મદા  (Narmada) નદીમાં છોડવામાં આવતા પાણીનું પ્રમાણ વધીને 3.45 લાખ ક્યુસેક થશે. આજે રાત્રિના 10 વાગે સરદાર સરોવર બંધના 23 દરવાજા 1.90 મીટર જેટલા ખોલીને જળાશયમાંથી નર્મદામાં 3 લાખ ક્યુસેક પાણી વહાવવામાં આવશે. આ ઉપરાંત તળ વિદ્યુત મથકોના 6 એકમમાં થી 45  હજાર ક્યુસેક પાણી નદીમાં ઉમેરાઈ રહ્યું છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

નીચાણવાસમાં એલર્ટ

આમ,નર્મદા નદીમાં કુલ 3.45  લાખ ક્યુસેક પાણી ઉમેરાતા જળ પ્રવાહમાં સારો એવો વધારો થશે. તે પ્રમાણે,વડોદરા જિલ્લાના નર્મદા કાંઠાના ગામોમાં દુર્ઘટના અને જાનહાનિ અટકાવવા અત્યધિક સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે. હાલમાં જારી કરવામાં આવેલી વધુ એક ચેતવણી જણાવે છે કે રેડિયલ ગેટ્સમાં થી નર્મદામાં છોડવામાં આવતા પાણીનું પ્રમાણ સમયાંતરે વધીને 4 થી 5  લાખ ક્યુસેક થઈ શકે છે.

ગત રોજ ખોલવામાં આવ્યા છે ડેમના 23 દરવાજા

ગુજરાતના સરદાર સરોવર ડેમના કુલ 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને તેમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. મધ્યપ્રદેશમાં ખૂબ જ સારો એવો સરદાર સરોવર ડેમમાંથી હાલ 1.95 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. સાથે જ રિવરબેડ પાવરહાઉસથી 44 હજાર ક્યૂસેક પાણી છોડાયું છે. આ અગાઉ બે વર્ષ પહેલા અગાઉ 30 ઓગષ્ટ 2020ના રોજ અને તે જ વર્ષે 17 સપ્ટેમ્બર 2020ના રોજ નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ વર્ષે સારા વરસાદના પગલે ડેમમાં પાણીની સારી આવક છે. જેના પગલે ડેમના 23 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યુ છે.

ડેમ 88.64 ટકા ભરાયો

મધ્યપ્રદેશમાં સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની જળસપાટી 135.24 મીટરે પહોંચી છે. નર્મદા ડેમમાંથી 1.95 લાખ ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. જળસ્તર જાળવી રાખવા નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલાતા કાંઠા વિસ્તારના જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યુ છે. નર્મદા ડેમમાંથી હાલ 4.56 લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. જળસ્તર જાળવી રાખવા 1.95 લાખ પાણી છોડાઇ રહ્યું છે. મહત્વનું છે કે નર્મદા ડેમની ભયજનક સપાટી 138.64 મીટર છે. અત્યાર સુધી નર્મદા ડેમ 88.64 ટકા ભરાયો છે.

Published On - 9:39 pm, Mon, 15 August 22

Next Article