સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા અને રાજ્યમંત્રી પૂર્ણેશ મોદીએ કર્યા યોગ

|

Jun 21, 2022 | 8:58 AM

આ વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘માનવતા માટે યોગ’ની(Yoga for humanity)  થીમ પર ઉજવવાનું નક્કી કરાયુ છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા અને રાજ્યમંત્રી પૂર્ણેશ મોદીએ કર્યા યોગ
International Yoga Day

Follow us on

આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) છે, ત્યારે નર્મદા (Narmada) જિલ્લામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની (Union Minister Mansukh Mandvia) હાજરીમાં 8મા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.મહત્વનું છે કે, આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, ઇડરના ધારાસભ્ય હિતુ કનોડિયા, ગુજરાતી કલાકાર કિંજલ દવે અને આદિત્ય ગઢવી સહિતના લોકો જોડાયા.

આ વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘માનવતા માટે યોગ’ની(Yoga for humanity)  થીમ પર ઉજવવાનું નક્કી કરાયું છે, ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra patel) અધ્યક્ષસ્થાને રાજયકક્ષાની ઉજવણી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવી.જેમાં કેન્દ્રીય પ્રધાન ભાગવત કિશનરાવ કરાડ અને હર્ષ સંઘવી ઉપસ્થિતિ પણ હાજર રહ્યા. મહત્વનું છે કે, મુખ્યપ્રધાન સાથે 7,500થી વધુ લોકો સહભાગી બન્યા.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

75 આઇકોનિક સ્થળોએ યોગ દિવસની ભવ્ય ઉજવણી

બીજી તરફ યોગ દિવસની ખાસિયત એ છે કે રાજ્યના ધાર્મિક, પ્રવાસન, ઐતિહાસિક તથા શૈક્ષણિક મહત્વ અને કુદરતી સૌંદર્ય ધરાવતા 75 આઇકોનિક સ્થળોએ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે અને એક સાથે સવા કરોડ નાગરિકો યોગમય ગુજરાત અભિયાનમાં જોડાયા હતા.યોગ માટે રાજયના 33 જિલ્લાઓના 75 સ્થળોની પસંદગી કરાઈ.જેમાં 18 ઐતહાસિક સ્થળો, 17 ધાર્મિક સ્થળો, 22 પ્રવાસન સ્થળો, 17 કુદરતી સ્થળો અને એક શૈક્ષણિક સ્થળની પસંદગી કરવામાં આવી છે.દરેક શહેર, જિલ્લા શૈક્ષણિક સંસ્થાઓ પોલીસ હેડ ક્વાર્ટર તથા તમામ જાહેર સ્થળોએ (Public Place) વિશાળ સંખ્યામાં નાગરિકો ભેગા મળી યોગ કરી સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું.

બીજી તરફ પોરબંદરમાં સમુદ્ર તટ પર યોગ દિવસની ઉજવણીમાં હજારો લોકો જોડાયા.પોરબંદરના જિલ્લા વહીવટી તંત્ર ચોપાટી ખાતે યોગ દિવસનું આયોજન કરાયું હતું. આ દરિયા કિનારે થયેલા યોગનો અદભૂત આકાશી નજારો સામે આવ્યો. ડ્રોન કેમેરામાં સમુદ્ર કાંઠે યોગ કરતા હજારો લોકોનું સુંદર દ્રશ્ય કેદ થયું.આ ઉજવણીમાં મહિલાઓ, પુરૂષો અને દિવ્યાંગો મોટી સંખ્યામાં જોડાયા હતા.

Published On - 8:55 am, Tue, 21 June 22

Next Article