Gujarat Assembly Election 2022: આદિવાસીઓને રિઝવવાની તમામ પક્ષોની મથામણ પાછળનું ગણિત શું છે, વાંચો અહીં

|

May 30, 2022 | 3:22 PM

આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે નર્મદા જિલ્લામાંથી ભાજપની વન ડે વન ડિસ્ટ્રીક્ટ યોજના લોન્ચ કરી હતી.

Gujarat Assembly Election 2022: આદિવાસીઓને રિઝવવાની તમામ પક્ષોની મથામણ પાછળનું ગણિત શું છે, વાંચો અહીં
CR Patil

Follow us on

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તમામ રાજકીય પક્ષો મતદારોને પોતાના તરફ આકર્ષવાની કોશિશ કરવા લાગી ગયા છે. આ બધામાં સૌથી મહત્ત્વની વાત એ છે કે તમામ રાજકીય પક્ષો આદિવાસી મતદારોને રીઝવવાની મથામણ અત્યારથી જ શરૂ કરી દીધી છે. એપ્રિલ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદમાં રેલી કરી હતી ત્યાર બાદ આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરિવાલે નર્મદા જિલ્લામાં રેલી સંબોધી હતી. તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ દાહોદમાં સભા સંબોધી આદીવાસીઓને કોંગ્રેસ તરફ વાળવાની કોશિશ કરી હતી. આ જ પરિપેક્ષમાં આજે ભાજપ (BJP) પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે નર્મદા જિલ્લામાંથી ભાજપની વન ડે વન ડિસ્ટ્રીક્ટ યોજના લોન્ચ કરી હતી. આમ તમામ રાજકીય પક્ષો આદિવાસી પ્રભુત્વવાળા વિસ્તાર પર સૌથી વધુ ધ્યાન આપી રહ્યા છે. તો જાણીએ તેનું શું ગણિત છે.

આદિવાસી જ્ઞાતિના ગણિત પર નજર કરીએ તો 15 ટકા વસતી ધરાવતા આદિવાસીઓનું 38 બેઠકો પર પ્રભુત્વ છે. જેમાં રાજ્યનો દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતનો સમાવેશ થાય છે. એટલે કે આદિવાસી પૂર્વ પટ્ટીના 14 જિલ્લા ભાજપનું 182 બેઠકોનું સપનું સાકાર કરી શકે છે. મહત્વપૂર્ણ છે કે 27 અનામત બેઠકોમાંથી 15 બેઠક પર કોંગ્રેસ અને 2 બેઠકો પર BTPનો કબજો છે. જ્યારે ભાજપ પાસે માત્ર 9 બેઠકો જ છે ત્યારે BTPના ગઢમાં ગાબડુ પાડી નર્મદાની 2 બેઠકો અંકે કરવા ભાજપની નજર છે

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આદિવાસી જ્ઞાતિનું ગણિત

  • વસતી – 15 ટકા
  • પ્રભુત્વ – 38 બેઠક
  • અનામત – 27 બેઠક
  • પ્રભુત્વ – દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત

2017માં કોના ફાળે કેટલી બેઠક ?

  • વિધાનસભાની 27 બેઠકો આદિવાસી અનામત
  • 15 બેઠકો કોંગ્રેસના ફાળે
  • 9 બેઠકો પર ભાજપનો કબજો
  • 2 બેઠકો BTPના ફાળે
  • 1 બેઠક પર અપક્ષનો કબજો

આદિવાસી મતદારનું કયા જિલ્લા પર પ્રભુત્વ ?

  • ઉત્તર ગુજરાત – બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી,
  • મધ્ય ગુજરાત – મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર
  • દક્ષિણ ગુજરાત – નર્મદા, ભરૂચ, તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ

ભાજપના મિશન આદિવાસી પાછળના કારણો

  • વિધાનસભાની 182 બેઠકો જીતવા ભાજપનો ટાર્ગેટ
  • લક્ષ્યાંકને પાર પાડવા અનામત બેઠકો જીતવી જરૂરી
  • વર્ષોથી કોંગ્રેસનો અનામત બેઠકો પર છે દબદબો
  • 2012- 2017માં કોંગ્રેસે જીતી હતી 15-15 બેઠકો
  • કોંગ્રેસનો ગઢ ગણાય છે આદિવાસી અનામત બેઠકો
  • કોંગ્રેસ આદિવાસી વિસ્તારથી ચૂંટણીના કરે છે શ્રીગણેશ
  • ભાજપ અનામત બેઠકો અંકે કરવામાં રહ્યું છે નિષ્ફળ
  • 2022ની ચૂંટણીમાં બેઠકો જીતવા એડિચોટીનું જોર
  • કોંગ્રેસની જીતની પરંપરા તોડવા ભાજપ કટિબદ્ધ

શું છે ભાજપની રણનીતિ ?

  • ભાજપનો વિધાનસભા 2022 ચૂંટણી માટે પ્લાન
  • આદિવાસી મતબેંક પર ભાજપનું ધ્યાન કેન્દ્રીત
  • તમામ 27 બેઠકો અંકે કરવા ભાજપની મથામણ
  • કોંગ્રેસ પાસેથી 15 બેઠકો આંચકવાનો પ્રયાસ
  • વિધાનસભાની 182 બેઠકો પર જીતનો લક્ષ્યાંક
  • BTPના ગઢમાં ગાબડું પાડવાની કોશિશ
  • લક્ષ્યાંક હાસંલ કરવા આદિવાસી મતબેંક અંકે કરવી જરૂરી
Next Article