Narmada : નર્મદા ડેમમાં પાણીની આવકમાં સતત ઘટાડો, ડેમની જળસપાટી 136.09 મીટર પર પહોંચી

|

Aug 25, 2022 | 12:02 PM

નર્મદા ડેમમાંથી અત્યાર સુધી 5,45,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે,જ્યારે પાણીની આવક 5,32,986 ક્યુસેક છે.જેને કારણે ડેમની જળ સપાટી  ઘટીને 136.09 મીટર પર પહોંચી છે.

Narmada : નર્મદા ડેમમાં પાણીની આવકમાં સતત ઘટાડો, ડેમની જળસપાટી 136.09 મીટર પર પહોંચી
Narmada Dam

Follow us on

Narmada : નર્મદા ડેમની (Narmada Dam)  પાણીની આવકમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેથી હાલ પાણી (Water) છોડવામાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે. હવે 23 ગેટ માત્ર 2.45 મીટર ખોલી 4,50,000 ક્યુસેક પાણી જ છોડવામાં આવશે. મહત્વનું છે કે, Rbph માંથી 45,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે. હાલ ડેમમાંથી કુલ જાવક 4,95,000 ક્યુસેક રહેશે. તમને જણાવવું રહ્યું કે  ડેમમાંથી અત્યાર સુધી 5,45,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે પાણીની આવક 5,32,986 ક્યુસેક છે. જેને કારણે ડેમની જળ સપાટી ઘટીને 136.09 મીટર પર પહોંચી છે.

ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી તોફાની બની

તો બીજી બાજુ ભરૂચના (Bharuch)ગોલ્ડન બ્રિજ  (Golden Bridge) પાસે નર્મદા નદી તોફાની બની છે.નદીની જળસપાટી 28 ફૂટ પર પહોંચી છે.જે ભયજનક સપાટીથી 4 ફૂટ વધારે છે.નદીની ભયજનક સપાટી 24 ફૂટની છે.ઘુઘવતા દરિયાની જેમ નર્મદા નદીનો જળપ્રવાહ જોવા મળી રહ્યો છે.નદીમાં પાણીનો પ્રવાહ વધતા ગોલ્ડન બ્રિજ નજીક ઝૂંપડપટ્ટી પાણીમાં ગરકાવ થઇ છે.એટલું જ નહીં સ્મશાને જવાના રસ્તે પણ નદીનું પાણી ફરી વળ્યું છે.ફુરજા બંદર નજીક પણ પાણી ફરી વળતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ

તો બીજી તરફ સતત વધી રહેલા નદીના જળસ્તરને લઇ વહીવટી તંત્ર પણ એલર્ટ (Alert)  બન્યું છે.અને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે.ભરૂચ શહેરમાં અત્યાર સુધી 283 લોકોનું સ્થળાંતર કરાયું છે.તંત્ર દ્વારા ભોજન, રહેવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે.હાલ નર્મદાનું જળસ્તર 28 ફૂટે પહોંચતા ભરૂચ શહેરમાં પણ પાણી પ્રવેશી રહ્યુ છે.ફુરજા બંદરમાં એક વ્યક્તિ તણાતાં રેસ્ક્યુ ઓપરેશન (rascue opreation)  શરૂ કરાયું છે.

Published On - 11:53 am, Thu, 25 August 22

Next Article