Narmada : SOU ખાતે વિશ્વનું સૌથી મોંઘુ “કમળ”નું ફુલ ખીલશે, રાષ્ટ્રીય એકતાની સુંગંધ ભળશે

|

Jun 02, 2021 | 5:18 PM

Narmada : કેવડિયા SOU ગ્લો ગાર્ડનમાં રાષ્ટ્રીય એકતાને પ્રદર્શિત કરતું 3D-LED કમળની પ્રતિકૃતિ તૈયાર થશે. આ પ્રતિકૃતિ બનાવવા પાછળ રૂપિયા 59.50 લાખનો ખર્ચ થશે તેવું અનુમાન છે.

Narmada  : SOU ખાતે વિશ્વનું સૌથી મોંઘુ કમળનું ફુલ ખીલશે, રાષ્ટ્રીય એકતાની સુંગંધ ભળશે
SOU

Follow us on

Narmada : કેવડીયા કોલોની ખાતે બનેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા, સ્ટેચ્યૂ ઓફ યુનિટિ હાલ પ્રવાસીઓનું પસંદગીનું સ્થળ બની રહ્યું છે. અહીં, દેશવિદેશના અનેક પ્રવાસીઓ રોજબરોજ મુલાકાત લેતા હોય છે. ત્યારે પ્રવાસીઓ માટે ફરી એકવાર ખુશખબર આવ્યા છે. અને આ પ્રતિમાની પ્રસિદ્ધિમાં વધુ એક મોરપિંછ ઉમેરાશે.

કેવડિયા SOU ગ્લો ગાર્ડનમાં રાષ્ટ્રીય એકતાને પ્રદર્શિત કરતું 3D-LED કમળની પ્રતિકૃતિ તૈયાર થશે. આ પ્રતિકૃતિ બનાવવા પાછળ રૂપિયા 59.50 લાખનો ખર્ચ થશે તેવું અનુમાન છે. આ પ્રતિકૃતિ તૈયાર કરવા માટેનું ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જે-તે એજન્સીએ 3 વર્ષ સુધી પ્રતિકૃતિની જાળવણી અને નિભાવનો ખર્ચ કરવાનો રહેશે.

આ વિશ્વનું સૌથી મોંઘું કમળનું ફુલ હશે. વિવિધ ધર્મોની વિવિધતામાં એકતાને રજૂ કરતું રાષ્ટ્રીય ફૂલ કમળ કેવડીયામાં ખીલશે. SOU પરિસરમાં યુનિટી ગ્લો ગાર્ડમાં ટૂંક સમયમાં રાષ્ટ્રીય ફૂલ ‘કમળ’ તૈયાર થશે. તેમજ ભારતના “ધાર્મિક વિવિધતામાં એકતા”ને ઉજાગર કરતી આ કલાની સ્થાપના થશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ ફુલ LED લાઇટિંગ સાથે કોરિયન એક્રેલિક સામગ્રીથી બનશે. આ માટે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડએ ₹59.50 લાખના ખર્ચ સાથે ટેન્ડર બહાર પાડ્યા છે. જે-તે એજન્સી પાસે આ ફુલને સંચાલિત કરવા અને જાળવવા 3 વર્ષના કરાર પણ કરવામાં આવશે.

આ પ્રતિકૃતિમાં સેલ્ફ એલઇડી રોશની પણ ગોઠવવામાં આવશે. 3 D કમળમાં 8 પાખડીઓ અને વચ્ચે ચમકદાર કળી સાથે અંદરના ભાગમાં પાંચ પાખડીઓ હશે. દરેક ફૂલની ઉંચાઈ 5 ફુટ, લંબાઈ 6 ફૂટ અને પહોળાઈ 8 ઇંચ જેટલી રાખવામાં આવશે.

ભારતના દરેક મોટા ધાર્મિક પ્રતીકો સાથે કમળ આકારનું આ મોડેલ તૈયાર થશે. બીજી સ્થાપનામાં વિવિધ પૂજા સ્થળોના આર્કિટેક્ચરલ કટઆઉટ્સ હશે. ત્રીજું એક પેન્ટાગોન આકારનું માળખું પર તૈયાર કરવામાં આવશે. જેમાં 5 શિરોબિંદુઓ પર 5 ધાર્મિક પ્રતિકો રજુ કરવામાં આવશે.

ચોથી ડિઝાઇનમાં એકતા શબ્દના મૂળાક્ષરો સાથેના 5 બ્લોક્સ અને દરેક બ્લોક પર એક ધાર્મિક પ્રતીકનો 1 કટનો સમાવેશ કરાયો છે. વડના વૃક્ષની પ્રતિકૃતિ પર પણ ધાર્મિક ચિન્હો લગાવાશે.

આ માટેના ટેન્ડરો જૂનના મધ્યભાગમાં તૈયાર થઈ જશે. SSNL દ્વારા 4 જેટલી મૂળભૂત રચનાઓને મંજૂરી આપી દેવામાં આવે છે. અને કોન્ટ્રાક્ટરોએ મંજૂરી માટે અંતિમ ડિઝાઇન રજૂ કરતા પહેલા નિરીક્ષણ અને આયોજન માટે સ્થળની મુલાકાત લેવી પડશે.

Published On - 3:12 pm, Wed, 2 June 21

Next Article