NARMADA : સરકારી યોજનાનો લાભ સમયસર અને જનજન સુધી પહોંચે તે માટે કાર્યપદ્ધતિ વિકસાવવા પૂર્ણેશ મોદીની હિમાયત

|

Oct 08, 2021 | 6:45 PM

ગુજરાતના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિભાગના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ તેમના નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન આજે બપોરે રાજપીપલા કલેકટરાલય ખાતે જિલ્લા પ્રશાસન સાથે બેઠક યોજી

NARMADA : સરકારી યોજનાનો લાભ સમયસર અને જનજન સુધી પહોંચે તે માટે કાર્યપદ્ધતિ વિકસાવવા પૂર્ણેશ મોદીની હિમાયત
NARMADA: Purnesh Modi's Advocacy for Developing Procedures for Timely Benefits of Government Schemes and Reaching Generations

Follow us on

સમાજના છેવાડાના માનવી સુધી સરકારની જનકલ્યાણલક્ષી વિવિધ યોજનાઓના લાભો ઝડપથી અને સમયસર પહોંચે તે રીતની કાર્યપધ્ધતિ વિકસાવવા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીની ખાસ હિમાયત.

જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીએ વરિષ્ઠ પદાધિકારીઓ સહિત “ટીમ નર્મદા” સાથે યોજી બેઠક.

ગુજરાતના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિભાગના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ તેમના નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન આજે બપોરે રાજપીપલા કલેકટરાલય ખાતે જિલ્લા પ્રશાસન સાથે બેઠક યોજી, જેમાં સમાજના છેવાડાના માનવી સુધી સરકારની જનકલ્યાણલક્ષી વિવિધ યોજનાઓના લાભો ઝડપથી અને સમયસર પહોંચે તે રીતની કાર્યપધ્ધતિ વિકસાવવાની ખાસ હિમાયત કરી હતી.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા, છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, ભરૂચ દૂધ ધારા ડેરી અને નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ, રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ કુલદિપસિંહ ગોહિલ, જિલ્લા કલેકટર ડી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસ સહિત જિલ્લાના પદાધિકારીઓ-અધિકારીઓ વગેરેની ઉપસ્થિતિમાં યાજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ જિલ્લામાં માર્ગ મકાન વિભાગ દ્વારા નર્મદા જિલ્લામાં હાથ ધરાયેલા કામો ઝડપથી પૂર્ણ કરવા ઉપરાંત એસ.ટી.વિભાગ દ્વારા જિલ્લાના અંતરિયાળ અને છેવાડાના ગામો સુધી લોકો અને વિદ્યાર્થીઓને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે વધારાના રૂટ પર બસો ફાળવવા, વિદ્યાર્થીઓને જાતિના દાખલા સમયમર મળે તેવી વ્યવસ્થા ગોઠવવા, કરજણ જળાશય દ્વારા છોડાયેલ પાણીથી માર્ગોને થયેલી નુકસાની તથા ખેડૂતોના પાકને થયેલી નુકસાનીની સર્વેલન્સની કામગીરી સત્વરે હાથ ધરી પૂર્ણ કરવા મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ સંબંધિત અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી.

ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા, ભરૂચ દૂધ ધારા ડેરી અને નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલે જિલ્લાના માર્ગ-મકાન વિભાગ, એસ.ટી., સિંચાઇ તેમજ વિદ્યાર્થીઓને જાતિના આવકના દાખલા ઝડપથી મળી રહે તે માટે બેઠકમાં કરાયેલી રજૂઆતના ઉકેલ માટે હકારાત્મક અભિગમ ધ્વારા પ્રજાકીય પ્રશ્નોના સુખદ અને સુચારા ઉકેલ માટે ચર્ચા-વિચારણા કરાઇ હતી અને મંત્રી દ્વારા જરૂરી સૂચનાઓ અપાઇ હતી.

Next Article