AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બ્રેકિંગ ન્યૂઝ: નર્મદા AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને મળ્યા શરતી જામીન, આ શરતોનું કરવું પડશે પાલન

નર્મદા જિલ્લા ડિસ્ટ્રીકટ કોર્ટ માં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી મુકવામાં આવી હતી. ડિસ્ટ્રીકટ જજ એન આર જોશીની કોર્ટમાં ચૈતર વસાવાને શરતી જામીન આપવામાં આવ્યા. ભરૂચ અને નર્મદા જિલ્લામાં નહિ રહેવાની શરતે નર્મદા જિલ્લા કોર્ટે જામીન મંજુર કર્યા છે. 23 જાન્યુઆરીના રોજ જેલ મુક્ત કરવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ: નર્મદા AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને મળ્યા શરતી જામીન, આ શરતોનું કરવું પડશે પાલન
| Updated on: Jan 22, 2024 | 7:58 PM
Share

નર્મદા જિલ્લા ડિસ્ટ્રીકટ કોર્ટ માં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી મુકવામાં આવી હતી. ડિસ્ટ્રીકટ જજ એન આર જોશીની કોર્ટમાં ચૈતર વસાવાને શરતી જામીન આપવામાં આવ્યા. ભરૂચ અને નર્મદા જિલ્લામાં નહિ રહેવાની શરતે નર્મદા જિલ્લા કોર્ટે જામીન મંજુર કર્યા છે. 23 જાન્યુઆરીના રોજ જેલ મુક્ત કરવામાં આવશે.

કોર્ટ દ્વારા જામીન મંજુર સાથે ની જે શરતો આપવામાં આવી છે તેના પર એક નજર કરવામાં આવે તો

1. અરજદારે રૂ.1,૦૦,૦૦00/- અંકે રૂપિયા એક લાખ પુરાના બે જામીન તથા તેટલી જ રકમના જાત મુચરકા આપવાના રહેશે.

2. અરજદાર/આરોપીએ ટ્રાયલ પૂર્ણ થતા સુધી નર્મદા જીલ્લાની હદમાં પ્રવેશ કરવો નહી.

3. અરજદાર નાસી-ભગી જશે નહીં અને તપાસના કામમાં પુરતો સાથ સહકાર આપશે.

4. અરજદાર આરોપીએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ ધાક ધમકી આપી અથવા તો પ્રલોભનો આપી અથવા તો કોઈ પણ રીતે ફરીયાદપક્ષના સાહેદને ફોડવાનો પ્રયત્ન કરવો નહી

5. ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી હાલના અરજદાર નર્મદા તથા ભરૂચ સિવાયના અન્ય કોઈ સરનામાં ઉપર રહેશે અને તે સરનામાની વિગતા તથા મોબાઈલ નંબર રજૂ કરવાના

6. તપાસ તથા ટ્રાયલ પૂર્ણ થતા સુધી અરજદારે તપાસ કરનાર અમલદાર તથા ટ્રાયલ કોર્ટની પરવાનગી વગર ગુજરાત રાજયની હદ છોડવી નહી.

7. અરજદારે આવા કે અન્ય પ્રકારના ગુના ભવિષ્યમાં આચરવા નહી.

8. અરજદારે પોતાના પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવાના રહેશે અને જો પાસપોર્ટ ના ધરાવતા હોય તા તે અંગેનું જરૂરી સોગંદનામું કરવાનું રહેશે.

9. ઉપરોકત કોઈપણ શરતોનો ભંગ કરવામાં આવશે તો જામીન રદ કરવા માટે અરજી કરી શકાશે.

10. આરોપીને ત્યારે જ છોડવામાં આવશે કે જો તેઓની બીજા કોઈ ગુનામાં સંડોવણી નહીં હોય.

11. અરજદાર આરોપીએ પોતાની ઓળખ અંગેના તથા હાલના તેમજ કાયમી સરનામા અંગેના દસ્તાવેજી પરાવા જામીન આપતી વખતે રજૂ કરવાના રહેશે

12. અરજદાર ઈચ્છે તો ટ્રાયલ વખતે, ટ્રાયલ વહેલી ચલાવવા માટેની અરજી કરી શકે છે.

Follow Us
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
g clip-path="url(#clip0_868_265)">