PM Modi ને 26 વર્ષથી રાખડી બાંધતા મુસ્લિમ બહેન કોરોનાના પગલે નહિ બાંધી શકે રાખડી, પોસ્ટથી મોકલાવી રાખડી

|

Aug 21, 2021 | 9:06 PM

વર્ષ 2021ની રક્ષાબંધને કોરોના મહામારીના કારણે પીએમ નરેન્દ્ર મોદીને રાખડી નહિં બાંધી શકે. જેનું કમર શેખને ભારોભાર દુખ છે.

PM Modi ને 26 વર્ષથી રાખડી બાંધતા મુસ્લિમ બહેન કોરોનાના પગલે નહિ બાંધી શકે રાખડી, પોસ્ટથી મોકલાવી રાખડી
Muslim Sister Kamar Shaikh Ahmedabad Sent Rakhi To PM Modi

Follow us on

રવિવારે રક્ષાબંધન(Rakshabandhan)નો પર્વ છે.આ પર્વના દિવસે તમામ બહેનો તેમના ભાઈને રાખડી બાંઘી ભાઈની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરશે.જો કે હાલ કોરોનાકાળ ચાલી રહ્યો છે અને આ મહામારીમાં અનેક બહેનો એવી હશે તે તેમના ભાઈને રૂબરૂ મળીને રાખડી નહીં બાંધી શકે.આવી જ એક મુસ્લિમ બહેન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દર વર્ષે રાખડી બાંધતા હતા. જો કે કોરોના મહામારીના કારણે પીએમ મોદી(PM Modi)ને રૂબરૂ રાખડી નહિં બાંધી શકે.

વર્ષમાં એક દિવસ એવો હોય છે જ્યારે બહેન તેના ભાઈની રક્ષા માટે રાખડી બાંધતી હોય છે અને જો તે એક દિવસે ભાઈ-બહેન ન મળી શકે તો બહેનને કેટલુ દુખ થાય તે વાતનો અંદાજો ન લગાવી શકાય.આવું જ કંઈક આ કોરોના મહામારીના કારણે બન્યુ છે.

છેલ્લા 26 વર્ષથી અવિરત પીએમ નરેન્દ્ર મોદીને રાખડી બાંધતા મુસ્લિમ બહેન અમદાવાદની કમર શેખ(Kamar Shaikh) વર્ષ 2021ની રક્ષાબંધને કોરોના મહામારીના કારણે પીએમ નરેન્દ્ર મોદીને રાખડી નહિં બાંધી શકે. જેનું કમર શેખને ભારોભાર દુખ છે.પરંતુ ભાઈની રક્ષા માટે કમર શેખએ રાખડી અને તેમના હાથે તૈયાર કરાયેલા સ્પેશિયલ કાર્ડ પોસ્ટ મારફતે પીએમઓમાં મોકલી આપ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

કમર શેખના પતિ મોહસીન શેખ એક ચિત્રકાર છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તૈયાર કાર્ડ પસંદ નથી આ જ કારણથી મોહસીન શેખ દ્વારા દરવર્ષે તેમના તૈયાર કરાયેલ સ્પેશિયલ કાર્ડ આપવામાં આવે છે જેમાં તેમની બહેન મોહસીન શેખ ની લાગણીઓ લખવામાં આવે છે ચાલુ વર્ષે પણ મોહસીન શેખ દ્વારા સ્પેશિયલ કાર્ડ તૈયાર કરાયું છે જેમાં પીએમ નરેન્દ્ર મોદીની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરવામાં આવી છે.

કોરોના મહામારીમાં પીએમના નેતૃત્વમાં ભારતમાં  કોરોનાના કેસો પર અંકુશ લાવવામાં સફળતા મળી છે.ત્યારે કમર જહાંએ જાતે જ દિલ્હી જવાને બદલે રાખડી પોસ્ટથી મોકલી આપી છે.

મહત્વનું છે કે કોરોનાના કારણે દિલ્હી PMOમાં કેટલાક પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે જેમાં વડાપ્રધાન ને કોઈ વ્યક્તિ જરૂરી કામ માટે મળી ન શકે તેવા નિર્ણયો લેવામાં આવ્યા છે અને દરવર્ષે PMOમાં યોજાતો રક્ષાબંધનનો પર્વ પણ સ્થગિત કરવામાં આવ્યો છે જેથી અમદાવાદની કમર શેખ પણ વડાપ્રધાનને રાખડી બાંધી શકશે નહીં.

દેશની તમામ બહેનો રક્ષાબંધનના પાવન પર્વે પોતાના ભાઈની સલામતી માટે પ્રાર્થના કરતી હોય છે.ત્યારે કમર શેખ દ્વારા પણ પીએમની સુરક્ષા, સલામતી તેમજ દેશમાંથી કોરોના મહામારી વહેલી તકે પૂર્ણ થાય તેવી દુઆઓ સાથે રાખડી દિલ્હી મોકલી છે.સાથે જ ભગવાન અને અલ્લાહને પ્રાર્થના કરી છે કે દેશમાંથી કોરોના વહેલીતકે પૂર્ણ થાય જેથી કમર શેખ જેવી બહેનો જે પોતાના ભાઈને રક્ષાબંધનના પર્વ પર રાખડી નથી બાંધી શકતી તે પણ તેમના ભાઈને મળીને રાખડી બાંધી શકે.

આ પણ વાંચો : અનોખી રાખડી : સાધના સ્કૂલના વિદ્યાર્થીઓએ કોરોના વોરિયર્સની થીમ પર 200 ફૂટ લાંબી રાખડી બનાવી

આ પણ વાંચો : Indian Idol 12: પવનદીપ રાજન અને અરુણિતા કાંજીલાલ આવ્યા વધુ નજીક, એક જ બિલ્ડિંગમાં લીધું ઘર

Published On - 9:00 pm, Sat, 21 August 21

Next Article