Mucormycosis Disease: સુરતમાં મ્યુકરમાઈકોસીસના કેસોએ વધારી ચિંતા, ઈન્જેક્શનનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવાનો મોટો પડકાર

|

May 22, 2021 | 4:54 PM

Mucormycosis Disease: સુરત(Surat) શહેરમાં 230 દર્દીઓ સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં નોંધાયા છે, જ્યારે 550થી પણ વધુ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

Mucormycosis Disease: સુરતમાં મ્યુકરમાઈકોસીસના કેસોએ વધારી ચિંતા, ઈન્જેક્શનનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવાનો મોટો પડકાર
મ્યુકરમાઇકોસીસ

Follow us on

Mucormycosis Disease: કોરોના વાઈરસની મહામારી પર કાબૂ મેળવ્યા બાદ હવે સરકારના માથે મ્યુકરમાઈકોસીસનું (Mucormycosis) સંકટ તોળાઈ રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધી 5 હજાર જેટલા કેસો નોંધાઈ ચૂક્યા છે.

 

જે પૈકી સુરત(Surat) શહેરમાં 230 દર્દીઓ સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં નોંધાયા છે, જ્યારે 550થી પણ વધુ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. વધી રહેલા દર્દીના આંકડાને પગલે આ રોગની સારવાર માટે જરૂરી ઈન્જેક્શનની પણ અછત જોવા મળી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

 

કોરોના વાઈરસની સારવાર દરમિયાન મ્યુકરમાઈકોસીસનો ભોગ બની રહેલા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા આ રોગને મહામારી પણ કરવામાં આવી છે. અતિ ખર્ચાળ અને જટિલ સારવારને પગલેથી પીડાતા દર્દીઓનો મોતનો આંકડો પણ વધી રહ્યો છે.

 

માત્ર સુરત શહેરમાં જ સિવિલ હોસ્પિટલમાં 105 અને સ્મીમેર હોસ્પિટલમાં 118 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. જે પૈકી સિવિલમાં 53 અને સ્મીમેરમાં 36 દર્દીઓને સર્જરી કરવામાં આવી છે. હાલ સિવિલમાં 90 અને સ્મીમેરમાં 35 દર્દીઓ સારવાર હેઠળ છે.

 

મ્યુકરમાઈકોસીસ ઈન્ફેકશનને અટકાવવા માટે આવશ્યક એવા ઈન્જેક્શનનો ભાવ 2,900થી લઈને 3,500 રૂપિયા છે. એક દર્દીને 150 જેટલા ઈન્જેક્શનો ડોઝ આપવામાં આવે છે. જેના કારણે આ ઈન્જેક્શનની સારવારનો જ ખર્ચ અંદાજે 4 લાખ રૂપિયા થઈ જાય છે.

 

આ સિવાય હોસ્પિટલના અન્ય બિલને ધ્યાને રાખતા કોરોના કરતા આ રોગમાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોની હાલત અત્યંત કફોડી થઈ રહી છે. એક અંદાજ મુજબ મ્યુકરમાઈકોસીસ રોગની સારવાર પાછળ અંદાજે 10 લાખનો ખર્ચ થઈ રહ્યો છે.

 

રેમડેસીવર ઈન્જેક્શનની જેમ ઈન્જેક્શનની પણ અછત સર્જાય તેવી સંભાવના છે. જોકે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઈન્જેકશનની અછતના મુદ્દે તેમણે સરકાર સાથે વાતચીત કરી છે અને જેના લીધે સ્ટોક મંગાવી લેવામાં આવ્યો છે. ભવિષ્યમાં મ્યુકરમાઈકોસીસના ઈન્જેકશનની કોઈ પણ અછત નહીં સર્જાય તેવી ખાતરી સીઆર પાટીલે આપી છે.

 

 

આપને જણાવી દઈએ કે કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે પોસાવન બ્રાંડ નામથી પોસકોનોજોલ ટેબલેટ 100Mgમાં અને 300 Mgની ક્ષમતામાં ઈન્જેક્શનને તૈયાર કરવામાં આવ્યા છે. ખાસ અગત્યનું તો એ છે કે ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા(DCGI) દ્વારા તેને મંજુરી પણ મળી ગઈ છે.

 

 

બ્લેક ફંગસની સારવારમાં પોસાવન પ્રતિ ટેબલેટ 600 રૂપિયાના ભાવથી મળી રહેશે તો તેના ઈન્જેક્શનની કિંમત 8,500 રાખવામાં આવી છે. કંપની પ્રમાણે MSN કંપનીના એન્ટી ફંગલ ડ્રગના ક્ષેત્રમાં રિસર્ચ અને મેન્યુફેક્ચરિંગની તાકાતનું આ પરિણામ ગણવામાં આવે છે.

 

આ પણ વાંચો: રાહત : ભારતને મે માસના અંત સુધીમાં મળશે સ્પુટનિક-વીના 30 લાખ ડોઝ

Next Article