Mother’s Day : બે માતાઓની કોરોના મોરચે સંઘર્ષ ગાથા, ડો.જ્યોતિની સાથે સાસુમા પણ અદા કરી રહ્યાં છે લડવૈયાની ભૂમિકા

|

May 08, 2021 | 5:40 PM

Mother's Day : માં નવદુર્ગા નવ હાથો દ્વારા લોક કલ્યાણ અને દુષ્ટોનો સંહાર કરે છે. એમની માફક જ કોરોના કાળમાં મોટાભાગની માતાઓ અનેક મોરચે લડી રહી છે. અને આજના માતૃવંદના દિવસે આ માતાઓ આદર અને વંદનને પાત્ર છે.

Mothers Day : બે માતાઓની કોરોના મોરચે સંઘર્ષ ગાથા,  ડો.જ્યોતિની સાથે સાસુમા પણ અદા કરી રહ્યાં છે લડવૈયાની ભૂમિકા
તબીબ જયોતિ ગડકરીની સંઘર્ષગાથા

Follow us on

Mother’s Day : માં નવદુર્ગા નવ હાથો દ્વારા લોક કલ્યાણ અને દુષ્ટોનો સંહાર કરે છે. એમની માફક જ કોરોના કાળમાં મોટાભાગની માતાઓ અનેક મોરચે લડી રહી છે. અને આજના માતૃવંદના દિવસે આ માતાઓ આદર અને વંદનને પાત્ર છે.

વડોદરા મહાનગર પાલિકાના નાગરવાડા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યરત ડો.જ્યોતિ ગડકરીની સાથે જાણે કે તેમના 63 વર્ષની ઉંમરના તેમના સાસુમા છાયા સુરેન્દ્ર ગડકરી પણ કોરોના લડવૈયાની ભૂમિકા અદા કરી રહ્યા છે.

ગયા વર્ષે જ્યારે નાગરવાડામાં કોરોના ફાટી નીકળ્યો ત્યારે તેનો પ્રથમ કેસ આ ડોકટર અને તેમની ટીમે જ હેન્ડલ કર્યો હતો.તે પછી તો સતત કેસો વધતા ગયા અને કુટુંબના સભ્યોને ચેપ સામે સુરક્ષિત રાખવા ડો.જ્યોતિ સહિત આખી ટીમને 21 દિવસ હોટલમાં રહેવું પડ્યું ત્યારે તેમના સાસુમાએ પોતાના તબીબ પુત્ર,બે પૌત્રો અને ઘરને સંભાળ્યું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

તો તાજેતરમાં જ્યારે ડો.જ્યોતિના તબીબ પતિ ડો.નિખિલ સંક્રમિત થયાં ત્યારે તેમને એક સાથે જાણે કે ત્રણ મોરચા સંભાળ્યા. તેમના સાસુ મોટી ઉંમરના અને ડાયાબીટીક હોવાથી તેમને ચેપથી બચાવવા નણંદના ઘેર મોકલ્યા.બાળકોને નાનીના ઘેર મોકલ્યા.અને ડો. જ્યોતિએ આરોગ્યની ફરજો સહિત હોમ કવોરેન્ટાઈન પતિની કાળજી અને દેખભાળ સાથે ઘર સંભાળ્યું.આમ,જુવો તો છેલ્લા લગભગ સવા વર્ષથી તેઓ આરોગ્યની કપરી ફરજો સાથે અનેક મોરચે લડી રહ્યાં છે.

ગયા વર્ષે તો માત્ર કોરોના હતો જ્યારે હાલમાં કોરોનાનું ટેસ્ટીંગ, ઘરે સારવાર હેઠળના દર્દીઓ સાથે સંપર્ક અને તેમની સાર સંભાળ, કોરોના રસીકરણ અને નિયમિત આરોગ્ય કાર્યક્રમોનો અમલ જેવા અનેકવિધ કામો તેઓ અને તેમની ટીમ કરી રહી છે.

તેમાં તાજેતરમાં જન્મ મરણની નોંધણી નું કામ ઉમેરાયું છે.તેમના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ક્ષેત્રમાં સહુથી મોટી સયાજી સહિત અન્ય હોસ્પિટલો આવેલી છે એટલે નોંધણીનો ખૂબ લોડ રહે છે. ડો.જ્યોતિ કહે છે નિયમિત ઓફિસ અવર્સમાં કામ પૂરું થાય એવું જ નથી એટલે ઘર પણ જાણે ઓફિસ બની ગઈ છે અને ઘરમાં પણ ઓફિસ કામ માટે સમય ફાળવવો પડે છે.

મારા બાળકો કોરોના ડીસિપ્લીન્ડ થઈ ગયા છે : ડો.જ્યોતિ કહે છે કે હું પણ તબીબ અને મારા પતિ પણ તબીબ,અમારે સતત સંક્રમણના વાતાવરણમાં કામ કરવાનું એટલે ઘેર જઈએ ત્યારે સાસુમા,દીકરો અને દીકરીને સલામત રાખવા વિવિધ કાળજી રાખવી પડે. જો કે અમારા બાળકો જાણે કે કોરોના ડીસિપ્લિંડ એટલે કે કોરોના તકેદારીના આદિ બની ગયાં છે.એટલે અમે ઘેર જઈએ અને ચોખ્ખા થવાની પ્રક્રિયા પૂરી કરી લઈએ ત્યાં સુધી અમારી પાસે આવતા જ નથી.

નાગરવાડાની કામગીરી એક યાદગાર અનુભવ: નાગરવાડામાં જ્યારે કોરોના વિસ્ફોટ થયો ત્યારે લગભગ પ્રત્યેક ઘરમાં કેસ હતો.રોગ નવો અને અજાણ્યો,લોકોમાં તેની સમજણ ઓછી અને ડર વધારે,અમારા માટે પણ આ કામગીરી સાવ નવી હતી.પરંતુ એ સમયે એ વિસ્તારના આગેવાનો એ લોકોને સમજાવવા સહિત ઘણી મદદ કરી એટલે કામ સરળ બન્યું.જ્યોતિબેન એ જણાવ્યું કે એ વિસ્તારના તે સમયના દર્દીઓ જેમની અમે સારસંભાળ લીધી હતી તેઓ આજે પણ જ્યારે યાદ કરે છે,અન્ય જરૂરિયાતવાળા લોકોને અમારી પાસે મોકલે છે ત્યારે કશુંક સારું,લોક ઉપયોગી કામ કર્યાનો આત્મ સંતોષ મળે છે.

તેઓ કહે છે કે છેલ્લા સવા વર્ષ થી હું અને મારી ટીમ જાહેર રજાઓ અને તહેવારોના દિવસે પણ કામ કરીએ છે.જાણે કે અમે રજા શબ્દનો અર્થ જ ભૂલી ગયા છે.એક મીડિયા ગ્રુપ,મહાનગર પાલિકા કર્મચારી મંડળ અને મહાનગર પાલિકા એ તેમના આ સંઘર્ષ ને એવોર્ડ થી નવાજ્યો છે.

આમ, જ્યોતિબેન અને તેમના જેવી કામકાજી મહિલાઓ,તેમના સાસુમા જેવી ગૃહિણીઓ કોરોના સામે નવ હાથ વાળા માં નવદુર્ગાની જેમ થાક્યા વગર એક સાથે અનેક મોરચે લડી રહ્યાં છે. ખરેખર તો કોરોના હોય કે અન્ય કોઈ કટોકટી આ મહિલાઓ અવિરત પરિશ્રમ કરતી જ રહે છે.આ સમગ્ર માતૃ શક્તિ વંદન,નમન અને આદરને પાત્ર છે.

Next Article