Surat: વહેલી સવારે LRD ઉમેદવારો કરી રહ્યા હતા પ્રેક્ટીસ, તેમનો જુસ્સો વધારવા પહોંચી ગયા હર્ષ સંઘવી

|

Nov 26, 2021 | 10:06 AM

Surat: વહેલી સવારે મેદાનમાં LRD ઉમેદવારો પ્રેક્ટીસ કરી રહ્યા હતા. એવામાં આ મેદાને તેમની મુલાકાત માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચી ગયા હતા.

Surat: વહેલી સવારે LRD ઉમેદવારો કરી રહ્યા હતા પ્રેક્ટીસ, તેમનો જુસ્સો વધારવા પહોંચી ગયા હર્ષ સંઘવી
MoS for Home Harsh Sanghavi

Follow us on

Surat: ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી (Harsh Sanghavi) 26 નવેમ્બરે અલગ જ અંદાજમાં જોવા મળ્યા. સુરતમાં (Surat) હર્ષ સંઘવી વહેલી સવારે જહાંગીરપુરા મેદાન પહોંચ્યા હતા. જણાવી દઈએ કે આ મેદાનમાં સવારે મોટાભાગના યુવાનો દોડની પ્રેક્ટીસ કરતા હોય છે. તો અહીંયા આવીને હર્ષ સંઘવી LRD ની પરીક્ષાની (LRD Exam) તૈયારી કરતા ઉમેદવારોને મળ્યા હતા. હર્ષ સંઘવીએ મેદાનમાં આવીને પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો સાથે વાતચીત કરી હતી.

સુરતમાં જ્યાં જહાંગીરપુરા મેદાનમાં મોટી સંખ્યામાં ઉમેદવારો પરીક્ષાની તૈયારી કરવા આવે છે. તો હવે LRD ની પરીક્ષા પણ નજીકમાં છે. ત્યારે આવા સમયે આ યુવાનોનો જુસ્સો વધારવા હર્ષ સંઘવી પહોંચ્યા હતા. જણાવી દઈએ કે આજે એટલે કે 26 નવેમ્બર કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ છે. હા 26 નવેમ્બરથી શારીરિક પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ પ્રક્રિયા શરૂ થશે.

તો આ ભરતીમાં 9 લાખ 32 હજાર ઉમેદવારો શારીરિક પરીક્ષા આપશે. રાજ્યમાં 15 સ્થળોએ 3 ડિસેમ્બરથી શારીરિક પરીક્ષા શરૂ થવાની છે. એક ગ્રાઉન્ડ પર એક સાથે દિવસમાં 1200 થી 1500 ઉમેદવારોની પરીક્ષા લેવાશે. તો 3 ડિસેમ્બરથી યોજાનારી શારીરિક પરીક્ષામાં જાન્યુઆરી માસ સુધી ચાલશે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

લોકરક્ષક દળ ભરતીને મામલે 28 સપ્ટેમ્બરના રોજ ADGP હસમુખ પટેલે પત્રકાર પરિષદ યોજી LRD ની 10,459 જગ્યા માટે ભરતીની જાહેરાત કરી હતી. આ ભરતી પ્રક્રિયામાં 9 નવેમ્બર સુધી ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવી હતી. જે અંતર્ગત 25 ઓક્ટોબર સુધીમાં સવા લાખ અરજીઓ આવી હતી.

ભરતીની વાત કરીએ તો બિન હથિયારધારી કોન્સ્ટેબલની 5,212 જગ્યા માટે ભરતી થશે. જ્યારે હથિયારધારી કોન્સ્ટેબલની 797 જગ્યા માટે થશે ભરતી થશે. તો SRP કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે. SRP સિવાયની બંને કેટેગરીમાં મહિલાઓ માટે 1,983 જગ્યા અનામત રાખવામાં આવી છે.

ગુજરાત સરકારે પોલીસ સબ ઇન્સ્પેકટર, મદદનીશ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. આ તરફ ભરતીને લઈને ઉમેદવારોએ તૈયારી શરૂ કરી છે. ઉમેદવારો આ માટે સવાર અને સાંજ બંને સમયે શારીરિક કસોટીની તૈયારીઓ કરી રહ્યા છે. તો આ ઉમેદવારોનો જુસ્સો આજે હર્ષ સંઘવીએ વધાર્યો હતો.

 

 

આ પણ વાંચો: Surat : શાળાઓ શરૂ થઇ તો મોંઘવારીનો વધુ એક માર, સ્કૂલ વાનના ભાડામાં વધારાથી વાલીઓના ખિસ્સા થશે ખાલી

આ પણ વાંચો: Surat : અત્યાધુનિકતાના દાવા પોકળ, યુનિવર્સીટીની મોક ટેસ્ટમાં પાસવર્ડ ખોટા જનરેટ થયા, મોક ટેસ્ટ ફરી લેવાશે

Next Article