
રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપતી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપની જાહેર પરીક્ષા યોજાઈ. 6 હજારથી 25 હજાર સુધીની સ્કોલરશીપ આપતી આ જાહેર પરીક્ષા રાજ્યભરના ધોરણ પાંચ પૂર્ણ કરેલ અને ધોરણ 8 પૂર્ણ કરેલ 12 લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે.
રાજ્યભરમાં શાળા કક્ષાના વિદ્યાર્થી માટેની મહત્વપુર્ણ પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં સવારના સમયમાં મુખ્યત્વે સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે CET એટલે કે કોમન એન્ટરન્સ ટેસ્ટ લેવાઇ. જ્યારે બપોરના સમયે સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ધોરણ આઠ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના માટે પરીક્ષા લેવામાં આવી. શાળા કક્ષાએ પ્રાથમિક વિભાગમાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાનો અનુભવ થાય તે માટે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હોય છે.
13.14 Lakh students to appear in CET Scholarship exams#Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/cJb7rptesO
— Tv9 Gujarati (@tv9gujarati) March 30, 2024
CET પરીક્ષા આપનાર સરકારી-ગ્રાન્ટેડ શાળામાં પ્રવેશ મેળવે તો ધોરણ 6 થી 8 માં 5 હજાર , 9-10 માં 6 હજાર, 11-12 માં 7 હજાર આર્થિક સહાય શિષ્યવૃતિના ભાગરૂપે મળતી હોય છે. જો વિદ્યાર્થીઓએ શિષ્યવૃતિ ન લેવી હોય તો CET પરીક્ષામાં મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓ ત્રણ રેસીડેન્સીયલ સ્કૂલમાં પ્રવેશ મળતો હોય છે. જેમાં જ્ઞાનશક્તિ, રક્ષા શક્તિ અને મોડેલ સ્કૂલનો સમાવેશ થાય છે.
આ સિવાય જો વિદ્યાર્થી સેલ્ફ ફાયનાન્સ શાળામાં અભ્યાસ કરવા ઈચ્છે તો ધોરણ 6 થી 8 માં 20 હજાર, 9-10 માં 22 હજાર, 11-12 માં 25 હજાર સ્કોલરશીપ આપવામાં આવતી હોય છે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષામાં રાજયભરમાં 602586 વિદ્યાર્થીઓએ જ્યારે અમદાવાદમાં CET માટે 199 કેન્દ્રો પર 49765 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી. અમદાવાદમાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના માટે 175 જેટલા પરીક્ષા કેન્દ્ર ઉપર 40557 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી.
Published On - 4:00 pm, Sat, 30 March 24