
અમદાવાદમાં બાંગ્લાદેશી ઘુસણખોરો પર ગુજરાત પોલીસ દ્વારા સૌથી મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. ગેરકાયદે બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની સાથે શહેરમાંથી તેમના મૂળિયા જ ઉખેડી દેવાની કામગીરી હાથ ધરાઈ છે. અમદાવાદના મીની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા તળાવ વિસ્તારમાં બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે. અડધી રાત્રે જ આ માટે એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 2 હજાર પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
ડિમોલીશનની કામગીરી હાથ ધરવા માટે 60 JCB અને 60 ડમ્પરોનો ખડકલો કરાયો. શહેર પોલીસ , સ્પેશિયલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેમજ AMCના અધિકારીઓની હાજર રહ્યાં છે. મેગા ડિમોલિશન હાથ ધરાયું છે. ન માત્ર ઘૂસણખોરો પર પરંતુ ઘુસણખોરીમાં મદદ કરનારાઓ ઉપર પણ તવાઈ બોલાવાઈ છે. ગુજરાત પોલીસ દ્વારા સૌથી મોટું ઓપરેશન હાથ ધરાયું છે. બાંગ્લાદેશીઓના બોગસ ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં અને વસવાટ કરાવવામાં મદદ કરનાર મહેબૂબ પઠાણના 2 હજાર વારના ફાર્મ હાઉસને પણ જમીનદોસ્ત કરી દેવાયું છે.
ગેરકાયદે ઘુસણખોરો પર સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગેરકાયદે બાંધકામોને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીનું અમદાવાદમાં સૌથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેના પગલે 2 હજારથી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસના જવાનો સિવાય 700 જેટલા SRP જવાન તૈનાત કરવામાં આવ્યા છે. 10 SRP કંપની તૈનાત કરાયા છે.
#ChandolaTalav Bulldozer Strike: Police free birds from cages#Ahmedabad #AhmedabadDemolition #CrimeBranch #IllegalMigrants #IllegalBangladeshMigrants #IllegalBangladesh #AMC #BhupendraPatel #BulldozerDrive #Gujarat #TV9Gujarati #TV9News pic.twitter.com/DNHDgiPwE4
— Tv9 Gujarati (@tv9gujarati) April 29, 2025
એક કંપનીમાં 70 SRP જવાન હાજર રાખવામાં આવ્યા છે. ડિમોલિશન માટે 60 JCB અને 60 ડમ્પરનો ખડકલો કરાયો છે. 1 PSI, 6 પોલીસકર્મી અને 6 SRP જવાનની 11 ટીમો બનાવવામાં આવ્યા છે. શહેર પોલીસની ટીમ સાથે અલગથી સ્પેશિયલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તૈનાત કરવામાં આવી છે. પોલીસની એક-એક ટીમ સાથે AMCના અધિકારી અને કર્મચારીઓ પણ હાજર રાખવામાં આવ્યા છે. ચંડોળા તળાવની ચારેય તરફથી ગેરકાયદે બાંધકામો પર તવાઈ બોલાવવામાં આવી છે. ચંડોળા તળાવ પર વર્ષ 2010થી 2024 સુધીમાં 1.4 લાખ સ્ક્વેર મીટરમાં દબાણ થયું હતુ.
બાંગ્લાદેશીઓના વસવાટ કરાવનારા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. લલ્લા બિહારી ઉર્ફે મહેબૂબ પઠાણની સામે પણ ફરિયાદ નોંધાઈ છે. બોગસ ભાડા કરાર કરીને દસ્તાવેજ કરાવતો હતો. મહેબૂબ પઠાણ બાંગ્લાદેશીઓને ભાડા કરાર કરાવતો હતો. 420, 465, 471, 467, 46 હેઠળ ગુનો નોંધાયો છે. મહેબૂબ પઠાણે ચંડોળા તળાવમાં ફાર્મ હાઉસ બનાવ્યું હતું. ગેરકાયદે બનાવેલા 2 હજાર વારના ફાર્મહાઉસ પર બુલડોઝર ચાલ્યું છે. મહેબૂબ પઠાણ અને કાળુ મોમીનના મકાનો તોડી પડાયા છે. આરોપીઓએ ગેરકાયદે કાચા મકાનો અને ઝૂંપડીઓ બનાવ્યા હતા. તેમજ દશામાના મંદિર પાછળના વિસ્તારમાં સૌથી મોટાપાયે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મોટી સંખ્યામાં કાચા મકાનો અને ઝૂંપડા તોડી પડાયા છે.
( વીથ ઈનપુટ – રોનક વર્મા, હરિન માત્રાવાડિયા, મિહિર સોની, અમદાવાદ )