સોમનાથ મંદિરના 1450થી વધુ કળશને સુવર્ણથી મઢાશે, અત્યારસુધી 60 કળશને સોનાથી મઢાયા

  • Publish Date - 1:29 pm, Mon, 21 December 20
સોમનાથ મંદિરના 1450થી વધુ કળશને સુવર્ણથી મઢાશે, અત્યારસુધી 60 કળશને સોનાથી મઢાયા

દેશના પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ મહાદેવ મંદિર પરના 1450થી વધુ કળશને સુવર્ણ જડિત કરાશે. અત્યાર સુધીમાં 60 કળશ લગાવી દેવામાં આવ્યા છે. વર્ષ 2021 સુધીમાં તમામ કળશ લગાવી દેવામાં આવશે. એક કળશની કિંમત 1.11 લાખથી લઇને 1.51 લાખ સુધીની છે. અત્યાર સુધીમાં 500 દાતાઓ નોંધાઇ ચૂક્યા છે. મહત્વનું છેકે, મંદિરના વિવિધ ભાગોને સોનાથી મઢાવ્યા બાદ હવે મંદિરના વધારે એક ભાગને સુવર્ણ જડિત કરાશે. સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અને સેક્રેટરી પી. કે. લહેરીએ જણાવ્યું કે, 2021ના અંત સુધીમાં મંદિરના ઘુમ્મટ પરના તમામ કળશને સોનાથી મઢવાની કામગીરી પૂર્ણ થઇ જશે. વધુમાં કહ્યું કે, કળશ મઢવાની કામગીરીમાં અત્યાર સુધીમાં 129 કિલોગ્રામથી વધારે સોનાનો વપરાશ થઇ ચૂક્યો છે.

 

Click on your DTH Provider to Add TV9 Gujarati