Morbi : શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ, ભારે વરસાદની આગાહીને પગલે નવલખી પોર્ટમાં ભયજનક સિગ્નલ

|

Jul 16, 2022 | 8:08 PM

ભારે વરસાદની આગાહીને પગલે નવલખી બંદર (Navlakhi Port) પર 3 નંબરનું ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. લોકોને દરિયાકાંઠા વિસ્તારમાં તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

Morbi : શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ, ભારે વરસાદની આગાહીને પગલે નવલખી પોર્ટમાં ભયજનક સિગ્નલ

Follow us on

મોરબી શહેરના (Morbi City) મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના બાપુના બાવલા, રવાપર રોડ, શનાળા રોડ, રામચોક, સાવસર પ્લોટ, નવા બસ સ્ટેન્ડ, જુના બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં મેઘરાજાએ દસ્તક દીધી છે.જો ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો શનાળા, રવાપર, લાલપર, મહેન્દ્રનગર, ઘૂંટુ, ત્રાજપર, સહિતના વિસ્તારોમાં વરસાદ(RAIN)  થઈ રહ્યો છે.

નવલખી બંદર પર લાગ્યું 3 નંબરનું સિગ્નલ

ભારે વરસાદની આગાહીને પગલે નવલખી બંદર(Navlakhi Port) પર 3 નંબરનું ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. લોકોને દરિયાકાંઠા વિસ્તારમાં તેમજ માછીમારોને (Fisherman) દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ અવિરત વરસાદને(Rain)  પગલે મચ્છુ – 3 ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે.આ ડેમ અંદાજે 90 ટકા ભરાતાં બે દરવાજા ખોલવાની ફરજ પડી હતી.ઉલ્લેખનીય છે કે જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે ખેડૂતોએ વાવણીનો શુભારંભ કર્યો છે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

20 તાલુકામાં 2 ઈંચથી લઈને 5.5 ઈંચ વરસાદ નોંધાયો

ગુજરાતમાં (Gujarat) તોફાની બેટિંગ બાદ અંતે મેઘરાજા (Monsoon 2022) હવે થોડા શાંત થયા છે. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. 24 કલાક દરમિયાન 20 તાલુકામાં 2 ઈંચથી લઈને 5.5 ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડના ધરમપુરમાં સૌથી વધુ 5.5 ઈંચ વરસાદ (Rain) ખાબક્યો છે. ભારે વરસાદના પગલે વલસાડમાં અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. આ તરફ નવસારીમાં ઠેર ઠેર ગંદકીએ સામ્રાજ્ય જમાવ્યું છે. જેથી સફાઈ કામગીરી પૂરજોશમાં છે. નવસારીમાં એક પૂલ પણ તૂટ્યો છે. ભારે વરસાદે તારાજી સર્જી દીધી છે. જો કે હવે વરસાદનું જોર ઘટતા લોકોએ રાહત અનુભવી છે.

Next Article