Morbi tragedy: PM અને CMએ વ્યક્ત કરી સંવેદના, CM મોરબીની રુબરુ મુલાકાતે, મૃતકોના પરિવારજનોને રાજ્ય અને કેન્દ્ર સરકારે સહાય જાહેર કરી

|

May 18, 2022 | 3:31 PM

મીઠાના કારખાનામાં (Factory) મોટી દુર્ઘટના સમાચાર મળી રહ્યા છે. કારખાનામાં દિવાલ ધરાશાયી થતા 12  શ્રમિકોના મૃત્યુ થયા છે.હાલ તંત્ર(Morbi District)  દ્વારા દિવાલ નીચે દબાયેલા (Wall Collapse) લોકોને બહાર કાઢવા કામગીરી કરવામાં આવી રહી છે.

Morbi tragedy:  PM અને CMએ વ્યક્ત કરી સંવેદના, CM મોરબીની રુબરુ મુલાકાતે, મૃતકોના પરિવારજનોને રાજ્ય અને કેન્દ્ર સરકારે સહાય જાહેર કરી

Follow us on

Morbi News : મોરબી જિલ્લાની  હળવદ GIDCમાં થયેલી દુર્ઘટને લઇને  વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) દુખ વ્યક્ત કર્યુ છે. આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) તમામ મૃતકોની પરિવારજનોને 2-2 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે. તો  મુખ્યપ્રધાન પોતાના તમામ કાર્યક્રમો રદ કરીને ઘટનાની તમામ વિગતો મેળવવા માટે સ્થળ પર જવા રવાના થયા છે. સાથે જ તેમણે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી મૃતકોના પરિવારજનોને ₹4 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે.  CMO તરફથી ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી છે.

વડાપ્રધાને સહાય જાહેર કરી

મુખ્યમંત્રી રાહત નિધિમાંથી રાહતની જાહેરાત

કેન્દ્રીય ગૃહ પ્રધાને વ્યક્ત કર્યુ દુ:ખ

સી.આર. પાટીલે પણ કર્યુ ટ્વીટ

 

શું છે સમગ્ર ઘટના ?

મીઠાના કારખાનામાં (Factory) મોટી દુર્ઘટના સમાચાર મળી રહ્યા છે. કારખાનામાં દિવાલ ધરાશાયી થતા 12  શ્રમિકોના મૃત્યુ થયા છે.હાલ તંત્ર(Morbi District)  દ્વારા દિવાલ નીચે દબાયેલા (Wall Collapse) લોકોને બહાર કાઢવા કામગીરી કરવામાં આવી રહી છે.ઉપરાંત ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટમાં ખસેડવામાં આવી રહ્યા છે.

ઘટનાના  મૃતકોના નામ

  1. રમેશ ખીરાણા
  2. કાજલ ગાણસ
  3. દક્ષા કોળી
  4. શ્યામ કોળી
  5. રમેશ કોળી
  6. દિલા કોળી
  7. દિપક કોળી
  8. મહેન્દ્ર
  9. દિલીપ
  10. શીતલ
  11. રાજીબેન ભરવાડ
  12. દેવીબેન ભરવાડ

 

ભાજપના નેતાએ ટ્વિટ કરી શોક વ્યકત કર્યો

ભાજપના નેતા અને પુર્વ મંત્રી જયંતિભાઈ કેવડીયાએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે.તેણે લખ્યું કે, ભગવાન શ્રમિકોના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના

 

Published On - 3:05 pm, Wed, 18 May 22

Next Article