વિરાસતનો વિકાસ : આજથી ત્રિદિવસીય વડનગર ઈન્ટરનેશનલ કોન્ફરન્સ શરૂ, CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે ઉદ્ઘાટન

આ કોન્ફરન્સમાં વડનગરને વિશ્વમાં હેરિટેજ ડેસ્ટિનેશન તરીકે ઓળખ મળે તે માટે વડનગરના ભવ્ય ઈતિહાસ અને વિરાસતને લેન્ડમાર્ક હેરિટેજ ડેસ્ટિનેશન (Heritage Destination) તરીકે પણ મૂકવામાં આવશે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

May 18, 2022 | 10:15 AM

Gandhinagar : આજે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ મ્યુઝિમ ડેની ઉજવણી કરવામાં આવશે, ત્યારે વર્લ્ડ મ્યુઝિયમ ડે (World Museaum Day) નિમિત્તે મહાત્મા મંદિર ખાતે આજથી ત્રિદિવસીય વડનગર ઈન્ટરનેશનલ કોન્ફરન્સ (Vadnagar International Conference-2022) યોજાશે. વડનગરને વિશ્વમાં હેરિટેજ ડેસ્ટિનેશન તરીકે ઓળખ મળે તે માટે વડનગરના ભવ્ય ઈતિહાસ અને વિરાસતને લેન્ડમાર્ક હેરિટેજ ડેસ્ટિનેશન તરીકે પણ મૂકવામાં આવશે. આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદઘાટન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના (CM Bhupnedra Patel) હસ્તે કરાશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન મિનાક્ષી લેખી સહિત વિવિધ દેશોના લોકો હાજર રહેશે. આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં 33 વક્તાઓ ભાગ લેશે.જેમાં આંતરરાષ્ટ્રિય કક્ષાના આઠ વક્તાઓ પણ હાજર રહેશે.

વડનગરના ઐતિહાસિક વિરાસતને દુનિયાનું શ્રેષ્ઠ ટુરિઝમ ડેસ્ટીનેશન બનાવવા કવાયત

ગુજરાત(Gujarat)રાજ્યના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ(Harsh Sanghvi)જણાવ્યું હતુ કે વડનગરના ઐતિહાસિક વિરાસતને દુનિયાનું શ્રેષ્ઠ ટુરિઝમ ડેસ્ટીનેશન બનાવવાના નિર્ધાર સાથે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે કેન્દ્રના આર્કિયોલોજી વિભાગ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે તા. 18 થી 20 મે દરમિયાન ત્રિ-દિવસીય પ્રથમ વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ-2022નું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં વિશ્વના વિરાસત પ્રેમીઓને વડનગરમાં આવેલું ગુજરાતની શાન એવું કિર્તી તોરણ, તાનારીરીની સમાધિ, શર્મિષ્ઠા તળાવ, બૌદ્ધ વિરાસત, પ્રસિદ્ધ હાટકેશ્વર મંદિર(Halkeshwar Temple) તેમજ પુરાતત્વ વિભાગના ઉત્ખનન દરમિયાન મળી આવેલા વિવિધ ઐતિહાસિક સ્થાનોથી માહિતગાર કરવામાં આવશે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati