Morbi: પ્રતિબંધિત પેટકોકનો ઉપયોગ કરી રહેલા સિરામિક યુનિટ પર GPCBનો સપાટો, જો કે માત્ર બે જ યુનિટ ઝડપાતા કાર્યવાહી સામે સવાલ

|

May 12, 2022 | 4:07 PM

મોરબીના (Morbi News) કેટલાક સિરામિક ઉદ્યોગકારો આંખ આડા કાન કરી રહ્યા છે અને પ્રતિબંધિત કોલગેસ જેવો એક પદાર્થ પેટકોકનો ઉપયોગ કરી રહ્યા છે. જે કોલગેસ જેટલો જ પ્રદુષણ ફેલાવતો હોય તેનો ઉપયોગ પણ ગેરકાયદે છે.

Morbi: પ્રતિબંધિત પેટકોકનો ઉપયોગ કરી રહેલા સિરામિક યુનિટ પર GPCBનો સપાટો, જો કે માત્ર બે જ યુનિટ ઝડપાતા કાર્યવાહી સામે સવાલ
Ceramic Unit (File Image)

Follow us on

ગુજરાતમાં (Gujarat) સિરામિક નગરી તરીકે ઓળખ ધરાવતા મોરબી (Morbi Latest News) શહેરનું પર્યાવરણની ખાસ જાળવણી થાય એ જરૂરી છે. ખાસ કરીને ત્યારે જ્યારે પ્રદુષણનું સ્તર ચિંતા જનક રીતે વધી રહ્યું છે. આ પહેલા પણ કોલગેસના બેદરકારી પુર્વક ઉપયોગના કારણે મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હવા ઝેરીલી બની હોવાના સમાચાર સામે આવ્યા હતા. જમીન અને જળસ્તર પણ જોખમી સ્તરે પહોચ્યા હતા. જેને ધ્યાને લેતા 4 વર્ષ પહેલા ગ્રીન ટ્રીબ્યુનલ એક્શન મોડમાં આવ્યુ હતુ અને કેન્દ્ર તેમજ રાજ્યની ટીમ મોકલી તપાસ કરાવતા મોટા પાયે પ્રદુષણ સામે આવ્યું હતું. જેને તાબડતોબ કોલગેસ વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને જળ જમીન અને હવાને પ્રદુષિત કરવા બદલ 500 કરોડ રૂપિયાનો આકરો દંડ ફટકાર્યો હતો.

પેટાકોક ફેલાવે છે પ્રદુષણ

જોકે આટલા આકરા દંડ અને સખ્ત કાર્યવાહી બાદ પણ મોરબીના કેટલાક સિરામિક ઉદ્યોગકારો આંખ આડા કાન કરી રહ્યા છે અને પ્રતિબંધિત કોલગેસ જેવો એક પદાર્થ પેટકોકનો ઉપયોગ કરી રહ્યા છે. જે કોલગેસ જેટલો જ પ્રદુષણ ફેલાવતો હોય તેનો ઉપયોગ પણ ગેરકાયદે છે. આ ગેરકાયદે પેટકોકના વપરાશ અંગે જીપીસીબીને અનેક ફરિયાદ મળતા અલગ અલગ એકમોમાં સઘન તપાસ કરવવામાં આવી હતી જે બાદ સરતાન પર રોડ પર આવેલા સેમસન સિરામિક અને સિલિકોન સિરામિકમાં આ પેટકોક વપરાશ થતો હોવાનું ચેકીંગમાં સામે આવતા જીપીસીબીએ કડક કાર્યવાહી કરી છે.

સીરામીક એકમોમાં પેટકોક ઉપયોગમાં લેવાતો હોય તેવી બાતમી મળતા જ જીપીસીબી દ્વારા કડક ચેકીંગ કરવામાં આવ્યું હતું જે કાર્યવાહી અંતર્ગત સરતાનપર રોડ ઉપર સિલિકોન સીરામીક અને સેમસન સિરામીક ફેકટરીમાં ઈંઘણ તરીકે પેટકોકનો ઉપયોગ કરાતો હોવાનું સામે આવતા બન્ને યુનિટ વિરુદ્ધ પર્યાવરણીય કાયદા અંતર્ગત કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી અને જેનો ગાંધીનગર વડી કચેરી ખાતે રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

મીડિયા સાથેની વાતચિતમાં મોરબી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરીના પ્રાદેશિક અધિકારી કે.બી.વાઘેલાએ જણાવ્યું હતું કે, નજીકના સમયમાં જ આ યુનિટ વિરૂદ્ધ કાયદાકીય પગલા લેવામાં આવશે. તેના માટે તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.

સિરામિક એસોશિએશને નથી આપી પ્રતિક્રિયા

મોરબીમાં પ્રદુષણ આમ પણ જોખમી સ્તરે છે. એવામાં આ રીતે પ્રતિબંધિત અને પ્રદુષણ ફેલાવતો પેટકોકનો ઉપયોગ કરવો એ અપરાધ છે. ત્યારે મોટી કંપનીઓ આ રીતે પેટકોકનો ઉપયોગ કરી રહી છે તે સામે આવ્યું છે. તેની વિરુદ્ધ મોરબીના સિરામિક એસોસિએશન દ્વારા કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી. હાલ જે કડક ચેકિંગ ચાલી રહ્યું છે. તેમાં હજુ કેટલી કંપનીઓ આ પ્રકારના પદાર્થોનો ઉપયોગ કરી રહી છે તે જોવું રહ્યું.

 

 

 

Next Article