Morbi: હળવદના ઘણાદ ગામે થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસે કૌટુંબિક મામાના દીકરાની કરી ધરપકડ

|

May 23, 2022 | 8:53 PM

યુવાનની હત્યાના બનાવની જાણ થતાં હળવદ પોલીસે (Morbi News) મૃતકના નજીકના પરિચિતોની ઉલટ તપાસ કરતા આ યુવાનની બીજા કોઈએ નહીં પણ તેના જ કૌટુંબિક મામાના દીકરાએ હત્યા કરી નાખી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો.

Morbi: હળવદના ઘણાદ ગામે થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસે કૌટુંબિક મામાના દીકરાની કરી ધરપકડ
ઘણાદ ગામે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો

Follow us on

Morbi: હળવદના ઘણાદ ગામે થયેલ હત્યા મામલે પોલીસે (Gujarat Police) ગણતરીની કલાકોમાં જ યુવાનની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોતાની બહેન સાથે યુવાનને પ્રેમસબંધ હોવાથી તેના જ કૌટુંબિક મામાના દીકરાએ આ યુવાનનું કાસળ કાઢી નાખ્યું હોવાનું ખુલ્યું છે. યુવકની હત્યાના બનાવમાં પોલીસે હત્યા કરનાર કૌટુંબિક મામાના દીકરાની ધરપકડ કરી છે. હળવદના ઘણાદ ગામે રહેતા 24 વર્ષીય રાજુભાઈ નાગરભાઈ નામના યુવાનની કોઈએ તેની વાડીએ મોતને ઘાટ ઉતારી હત્યા કરી નાખી હતી. યુવાનની હત્યાના બનાવની જાણ થતાં હળવદ પોલીસે મૃતકના નજીકના પરિચિતોની ઉલટ તપાસ કરતા આ યુવાનની બીજા કોઈએ નહિ પણ તેના જ કૌટુંબિક મામાના દીકરાએ હત્યા કરી નાખી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો.

આથી આ બનાવ અંગે મૃતકના ભાઈ સુનીલભાઈ નાગરભાઈ જીજરીયાએ આરોપી હિરા ઉર્ફે ભાનુભાઇ ભરતભાઇ કોળી તથા તપાસમાં ખુલ્લે તે તમામ માણસો સામે ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીના મૃતક ભાઇ રાજુભાઇ નાગરભાઇ તેના કૌટુંબિક મામા ભરતભાઈ કોળી રહે કવાડીયા વાળાની દિકરી સાથે પ્રેમ સંબંધ હોય જેનુ મનદુ:ખ રાખી આરોપીએ અન્ય સાથે આવી મૃતક પોતાની વાડીએ સુતા હતા, ત્યાં કોઈપણ હથિયારો સાથે આવી મરણ જનારને હથિયારો વડે માથામાં મારી જીવલેણ ઈજાઓ કરી મોત નિપજાવીને હત્યા કરી નાખી હતી. હાલ હળવદ પોલીસે આરોપી હિરાભાઈ ઉર્ફે ભાનુભાઈ ભરતભાઈ કોળીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

કચ્છમાં પણ હત્યાનો ભેદ ઉકેલાયો

કચ્છમાં ગત 26મી એપ્રિલે કરાયેલ હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. કચ્છ પોલીસની પુછપરછમાં આરોપી હત્યારાએ કબુલ્યુ હતુ કે હત્યા અને લૂંટ તેણે જ કરી છે. પોતાના દિકરા માટે ફિ ભરવા રૂપિયાની તાતી જરૂર હોવાથી આધેડની હત્યા કરીને મૃતકે પહેરેલા સોનાના દાગીનાની લૂંટ કરી હતી. વડાલા ગામે 26 એપ્રિલ 2022ના રોજ જૈન આધેડ મનસુખભાઇ ઉર્ફે મનુભાઇ માવજીભાઇની કોઇ અજાણ્યા વ્યક્તિ દ્વારા કોઇ અગમ્ય કારણોસર તીક્ષ્ણ હથિયારથી શરીરે ગંભીર ઘા મારી હત્યા કરી દેવાયેલી આ બાબતે મૃતકના સાઢુભાઈ મુકેશભાઈ મુળજીભાઇ છેડાએ ફરીયાદ નોંધાવતા હત્યાનો ગુનો નોંધી પોલીસે તપાસ કરી શરૂ કરી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જેમાં ગામના જ એક યુવાનની સંડોવણી 25 દિવસ બાદ તપાસમાં ખુલ્લી હતી. જેથી પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન મૃતકના પત્ની દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે બનાવ સમયે શરીરે સોનાનો બ્રેસલેટ (પોંચી) વજન અંદાજિત 3 તોલા 1,20,000 રૂપિયાની કિંમતની તથા હાસબાઈ માતાજીના ફોટા સાથેના લોકેટ વાળો અંદાજીત 4 તોલાનો 1,60,000 રૂપિયાની કિંમતનો સોનાનો ચેઇન પહેરલો હતો. જેથી લુંટની દિશામાં પણ પોલિસે તપાસ શરૂ કરી હતી.

Next Article