Morbi Tragedy : હળવદ દુર્ઘટના સ્થળની મુલાકાત બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે આપ્યા ઝડપી તપાસના આદેશ

|

May 18, 2022 | 6:57 PM

મોરબી(Morbi) જિલ્લાના હળવદ દુર્ઘટનાને લઈને વડાપ્રધાન મોદી પણ દુઃખ વ્યક્ત કર્યું. જેમાં મુખ્યપ્રધાન રાહત ફંડમાંથી દરેક મૃતકના વારસદારને ચાર લાખ રૂપિયાની અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

Morbi Tragedy  : હળવદ દુર્ઘટના સ્થળની મુલાકાત બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે આપ્યા ઝડપી તપાસના આદેશ
CM Bhupendra Patel Visit Morbi Halvad Tragedy Sight

Follow us on

ગુજરાતના મોરબી(Morbi) જિલ્લાના હળવદ GIDCમાં આવેલા મીઠાના કારખાનામાં દીવાલ ધરાશાયી થતાં દટાઈ ગયેલા 12 શ્રમિકનાં મોત નીપજ્યાં છે.આ ઘટનાને લઇને સીએમ ભૂપેન્દ્ર પટેલે (Cm Bhupendra Patel) ઝડપી તપાસના આદેશ આપ્યા છે. તેમજ સરકારે વહીવટીતંત્ર સાથે ત્રણ દિવસમાં દુર્ઘટનાનો અહેવાલ સુપત્ર કરવા આદેશ આપ્યો છે. જો કે આ દુર્ઘટના બાદ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તમામ કાર્યક્રમ રદ કરી હળવદ પહોંચ્યા હતા.મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રધાન બ્રિજેશ મેરજા સાથે ઘટનાસ્થળની સમીક્ષા કરી હતી ત્યારબાદ તેઓ મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના આપી હતી

બીજી તરફ હળવદ દુર્ઘટનાને લઈને વડાપ્રધાન મોદી પણ દુઃખ વ્યક્ત કર્યું. જેમાં મુખ્યપ્રધાન રાહત ફંડમાંથી દરેક મૃતકના વારસદારને ચાર લાખ રૂપિયાની અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. તો કેન્દ્ર સરકાર તરફથી પણ 2-2 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે.મહત્વનું છે કે હળવદ GIDCમાં આવેલા સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં મીઠાની કોથળી ભરવાની રાબેતા મુજબ કામગીરી ચાલી રહી હતી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

સહાયની જાહેરાત

મોરબી જિલ્લાની હળવદ GIDCમાં થયેલી દુર્ઘટને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યુ છે. આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ મૃતકોની પરિવારજનોને 2-2 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે. તો ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે.બીજી તરફ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે રાહત નિધિમાંથી મૃતકોના પરિવારજનોને ₹4 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. CMO તરફથી ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી હતી.

શું છે સમગ્ર ઘટના ?

મોરબી જિલ્લાની હળવદ GIDCમાં મીઠાના કારખાનામાં મોટી દુર્ઘટના બની છે. કારખાનામાં દિવાલ ધરાશાયી થતા 12 શ્રમિકોના મૃત્યુ થયા છે. તંત્ર દ્વારા દિવાલ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા કામગીરી કરવામાં આવી રહી છે. ઉપરાંત આ ઘટના 20 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટમાં ખસેડવામાં આવી રહ્યા છે. મૃત્યુઆંક હજી પણ વધવાની આશંકા સેવાઈ રહી છે.

હળવદ GIDCમાં આવેલા સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં મીઠાની કોથળી ભરવાની રાબેતા મુજબ કામગીરી ચાલી રહી હતી. ત્યારે બારેક વાગ્યાની આસપાસ અચાનક કારખાનાની દીવાલ ધસી પડતાં અંદાજે 20થી 30 જેટલા શ્રમિકો દટાયા હતા. ઘટના બાદ તાત્કાલીક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ મીઠાના કારખાનામાં મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે આ ગોઝારી ઘટના બની હતી.

Next Article