Morbi: વાંકાનેર પાસેથી ઝડપાયો 31 લાખ રૂપિયાનો દારૂ, આઈસરમાં ભૂસાની આડમાં છુપાવીને લઈ જવાતો હતો ગાંધીધામ

|

May 15, 2022 | 9:34 PM

દારૂ અને આઇસર (Morbi Latest News) મળી કુલ 36,17,9૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દારૂની હેરાફેરીમાં અન્ય બે બુટલેગરના નામો ખુલતા આ બન્નેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

Morbi: વાંકાનેર પાસેથી ઝડપાયો 31 લાખ રૂપિયાનો દારૂ, આઈસરમાં ભૂસાની આડમાં છુપાવીને લઈ જવાતો હતો ગાંધીધામ
મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપ્યો દારૂ

Follow us on

Morbi: મોરબી (Morbi Latest News) એલસીબી ટીમે બાતમીના આધારે વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી આઈસર ગાડીમાં ભુસાની આડમાં છુપાવીને રાજસ્થાનથી ગાંધીધામ લઈ જવાતા વિદેશી દારૂના મોટા જથ્થા સાથે બે આરોપીઓને પકડી લીધા છે. દારૂ અને આઈસર મળી કુલ 31,17,900 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દારૂની હેરાફેરીમાં અન્ય બે બુટલેગરના નામો ખુલતા આ બન્નેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

શું છે સમગ્ર મામલો

મોરબી પોલીસને મળેલ ખાનગી બાતમીના આધારે વાંકાનેર બાઉન્ડ્રી ખાતેથી આઈસર ટ્રકમાં ભુસાની આડમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો છુપાવી હેરાફેરી કરતા બે આરોપી લાલુરામ વિજયરામ મીણા (ઉ.વ. 22 રહે. ચણાવદા ગામ કનાત ફળીયુ તા.ગીરવા જી.ઉદયપુર-રાજસ્થાન), પીન્ટુભાઇ માંગીલાલ ડાંગી (ઉ.વ. 23 રહે. ઘાસા ગામ આવલીયા વિસ્તાર તા.માવની જી.ઉદયપુર-રાજસ્થાન)ને ઝડપી લીધા હતા.

પોલીસે બન્ને આરોપીઓ પાએથી મેકડોવેલ્સ-૦1 સુપીરીયર વ્હીસ્કીની બોટલો નંગ-3,960 કિમત રૂપિયા 14,85,૦૦૦, ઓલસીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કીની બોટલો નંગ-1,800 કિમત રૂપિયા 10,80,૦૦૦, મેઝીક મુમેન્ટ વોડકાની બોટલો નંગ-1,080 કિમત રૂપિયા 4,32,000, બ્લેન્ડર પ્રાઇડ અલ્ટ્રા પ્રીમીયમ વ્હીસ્કીની બોટલો નંગ-120 કિમત રૂપિયા 1,02,000 આઇસર ગાડી નં. GJ-15-AT-6661 કિમત રૂપિયા 5,00,000 નો મુદામાલ, એન્ડ્રોઇડ મોબાઇલ ફોન-2 કિમત રૂપિયા 10,000 રોકડા રૂપીયા-8,900 તથા અન્ય મુદામાલ મળી કુલ કિમત રૂપિયા 36,17,9૦૦ કબ્જે કર્યા હતા. આ દારૂની હેરાફેરીમાં લોગરાજ ઉર્ફે બબ્બી (રહે. આબુરોડ,રીકકો ઇન્ડસ્ટ્રીયલ એરીયા રાજસ્થાન, ઇંગ્લીશ દારૂ ભરેલ ગાડી આપનાર ગોવિંદ રબારી (રહે. નાથદ્વારા રાજસ્થાન)નું નામ ખુલતા વધુ તપાસ હાથ ધરી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

અગાઉ રાજુલામાં ખાનગી પાર્સલની આડમાં થઈ રહી હતી દારૂની હેરાફેરી

રાજુલાના મફતપરા વિસ્તારમાં રહેતો એક યુવક ખાનગી કંપનીના પાર્સલની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યો હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળી હતી. જેના આધારે સ્થાનિક પોલીસે આ યુવકને વિદેશી દારૂની 16 બોટલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અહીના મફતપરામા રહેતા કાર્તિક રામભાઇ ગોહિલ નામના યુવકની ધરપકડ કરી કુલ રૂપિયા 5250નો મુદામાલ કબજે લીધો હતો. આ યુવક ખાનગી કંપનીના પાર્સલની આડમા દારૂની હેરાફેરી કરી રહ્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ, જિલ્લા પોલીસવડા હિમકર સિંઘની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક એ.બી.ગોહિલના માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ મથકના પીઆઇ ડી.વી.પ્રસાદ તથા સ્ટાફના ભરતભાઇ વાળા, ડી.ડી.મકવાણા, કનુભાઇ ધાંધળ, રોહિતભાઇ, મીતેશભાઇએ પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે એક યુવકને વિદેશી દારૂની 16 બોટલ સાથે ઝડપી પાડયો હતો.

Next Article