Morbi: દલવાડી સર્કલ નજીક 1.20 કરોડની લૂંટ, આંગડિયા પેઢીનું પાર્સલ લૂંટીને અજાણ્યા શખ્સો ફરાર

|

Mar 31, 2022 | 12:39 PM

રાજકોટથી સોમનાથ ટ્રાવેલ્સની બસમાં આ પાર્સલ મોરબી આવ્યું હતું. આંગડિયા પેઢીનો કર્મચારી પાર્સલ લઇને નીકળતાં જ તેની લૂંટ થઈ હોવાની ઘટના બની છે. સફેદ કલરની કારમાં આવેલા બુકાનીધારીઓએ મનીષ પટેલ નામના વ્યક્તિને આંતરીને લૂંટ ચલાવી હતી.

દલવાડી સર્કલ નજીક 1.20 કરોડની લૂંટની ઘટના બની છે. 1.20 કરોડનું આંગડિયા પેઢીનું પાર્સલ લૂંટીને અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા છે. રાજકોટથી ખાનગી ટ્રાવેલ્સની બસમાં પાર્સલ આવ્યું હતું. કારમાં આવેલા બુકાનીધારી શખ્સોએ આંગડિયા પેઢીના કર્મીને રોકીને લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. મોરબી જિલ્લામાં પોલીસે નાકાબંધી કરીને તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસ મુજબ સફેદ કલરની કારમાં આવેલા બુકાનીધારીઓએ મનીષ પટેલ નામના વ્યક્તિને આંતરીને ચલાવી લૂંટ ચલાવી હતી.

મોરબીમાં દલવાડી સર્કલ પાસે રાજકોટથી ખાનગી ટ્રાવેલ્સની બાસમાં આવેલા રૂ. 1.20 કરોડના પાર્સલની લૂંટ થઈ હોવાની ઘટના બની છે. આ પાર્સલ વીપીની આંગડિયા પેઢીનું હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટથી સોમનાથ ટ્રાવેલ્સની બસમાં આ પાર્સલ મોરબી આવ્યું હતું. આંગડિયા પેઢીનો કર્મચારી પાર્સલ લઇને નીકળતાં જ તેની લૂંટ થઈ હોવાની ઘટના બની છે. સફેદ કલરની કારમાં આવેલા બુકાનીધારીઓએ મનીષ પટેલ નામના વ્યક્તિને આંતરીને લૂંટ ચલાવી હતી.

બીજી તરફ આંગળીયા સંચાલક દ્વારા આ મામલે  પોલીસને જાણ કરવામાં આવતા ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો.  મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા આ લૂંટ પ્રકરણમાં ભોગ બનેલા આંગળીયા પેઢીના સંચાલકની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચોઃ Gandhinagar: મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ કેબિનેટની બેઠક, બજેટ સત્રની કામગીરી અને નવી જોગવાઈઓના અમલીકરણ અંગે ચર્ચા થઈ

આ પણ વાંચોઃ ઇન્દ્રનીલ રાજ્યગુરૂ AAPમાં જોડાય તેવી શક્યતા, ઇટાલિયાએ કહ્યું સારા માણસોનું સ્વાગત છે

Published On - 11:02 am, Thu, 31 March 22

Next Video