Gandhinagar: મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ કેબિનેટની બેઠક, બજેટ સત્રની કામગીરી અને નવી જોગવાઈઓના અમલીકરણ અંગે ચર્ચા થઈ

Gandhinagar: મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ કેબિનેટની બેઠક, બજેટ સત્રની કામગીરી અને નવી જોગવાઈઓના અમલીકરણ અંગે ચર્ચા થઈ

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 10:02 AM

વિધાનસભામાં આજે બે બિલ રજુ કરવામાં આવશે. જેમાં રખડાતા ઢોર અંગેનું બિલ અને શિક્ષણ અંગેના બિલનો સમાવેશ થાય છે. આ બંને બિલ પર ચર્ચા કરવામાં આવશે. ત્યાર બાદ આજે વિધાનસભામાં કેગનો અહેવાલ પણ રજૂ કરવામાં આવશે.

ગાધીનગર (Gandhinagar)  ખાતે આજે સવારે આઠ વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) ની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક (Cabinet meeting) યોજાઈ હતી. તેમાં વિધાનસભા (Assembly) ના બજેટ સત્ર (Budget session) ની કામગીરીમાં પસાર થયેલા અને પસાર થનારા મહત્વના બિલો સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી અને બજેટમાં જાહેર કરવામાં આવેલી નવી યોજનાઓ અને કાયદાઓના અમલીકરણને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ના એપ્રિલ મહિનાના ગુજરાત પ્રવાસ સહિતના કાર્યક્રમો મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. વિધાનસભા સત્રના છેલ્લા દિવસે આ કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેબિનેટની બેઠક બાદ વિધાનસભાના તમામ ધારાસભ્યો એકઠા થયા હતા અને તેની ફોટોગ્રાફી કરવામાં આવી હતી. રાજ્ય સરકારના મંત્રીઓ અને તમામ રાજકીય પક્ષના ધારાસભ્યો તેમાં હાજર રહ્યા હતા. મહેસાણાના ધારાસભ્ય આશાબેન પટેલ અને ભીલોડાના ધારાસભ્ય ડો. અનિલ જોશિયારાનું નિધન થયું હોવાથી આ વખતે પણ વિધાનસભા ખંડીત થઈ હતી. આ સમુહ ફોટોગ્રાફીમાં બાકીના તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા. આ એક જૂની પરંપરા છે જે આજે ફરી જોવા મળી હતી.

આ ફોટો સેશન બાદ લગભગ 10 વાગ્યાથી વિધાનસભાના સત્રના અંતિમ દિવસની કામગીરી શરૂ કરવામાં આવશે. વિધાનસભામાં આજે બે બિલ રજુ કરવામાં આવશે. જેમાં રખડાતા ઢોર અંગેનું બિલ અને શિક્ષણ અંગેના બિલનો સમાવેશ થાય છે. આ બંને બિલ પર ચર્ચા કરવામાં આવશે. ત્યાર બાદ આજે વિધાનસભામાં કેગનો અહેવાલ પણ રજૂ કરવામાં આવશે. આ સાથે વિધાનસભાના બજેટ સત્રની કામગીરી પૂર્ણ થશે.

આ પણ વાંચોઃ ઓઢવ સામુહિક હત્યા કેસઃ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 48 કલાકમાં ગુનાનો ભેદ ઉકેલ્યો, પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી હત્યા કર્યાની આશંકા

આ પણ વાંચોઃ રખડતા ઢોર અંગેના કાયદાના વિરોધમાં માલધારી સમાજનો આજે ગાંધીનગરમાં અશ્ચર્યજનક કાર્યક્રમ, પોલીસને સાબદી કરાઈ

Published on: Mar 31, 2022 10:02 AM
g clip-path="url(#clip0_868_265)">