મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટનાને લઈને મોટા સમાચાર! મોરબી સેશન્સ કોર્ટમાં પોલીસે રજૂ કરી ચાર્જશીટ, જુઓ Video

|

Jan 27, 2023 | 2:32 PM

આ સાથે સરકારને મહત્વના બ્રિજના રિપેરિંગનું જરૂરી કામ યુદ્ધના ધોરણે શરૂ કરવા હાઈકોર્ટે આદેશ કર્યો છે. મહત્વપૂર્ણ છે કે હાઈકોર્ટમાં જયસુખ પટેલના વકીલે રજૂઆત કરતા જણાવ્યું કે જયસુખ પટેલને મોરબી બ્રિજ તૂટવાની ઘટનાનો અફસોસ છે.

મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના મામલે મોરબીની સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા કુલ 1262 પાનાની ચાર્જશીટ સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. તેમજ મોરબી સેશન્સ કોર્ટમાં પોલીસે રજૂ કરેલી ચાર્જશીટમાં મુખ્ય આરોપી તરીકે જયસુખ પટેલનું નામ ઉમેરવામાં આવ્યું છે. જેમાં કુલ 10 લોકોને આરોપી દર્શાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Video : મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટના કેસની હાઇકોર્ટમાં સુનાવણી, જયસુખ પટેલે મૃતકોના સ્વજનોને વળતર ચૂકવવા રજૂઆત કરી

ચાર્જશીટમાં દર્શાવવામાં આવેલા 10 આરોપીમાંથી 9 જેટલા આરોપીની ધરપકડ અગાઉથી જ કરવામાં આવેલી છે. આ ઉપરાંત જયસુખ પટેલની આગોતરા જામીન અરજીની સુનાવણી 1 ફેબ્રુઆરીએ કરવામાં આવશે.

જયસુખ પટેલે 135 લોકોના મોતની ઘટનાને દુ:ખદ ગણાવી સ્વેચ્છાએ વળતર ચૂકવવા રજૂઆત

આ સાથે સરકારને મહત્વના બ્રિજના રિપેરિંગનું જરૂરી કામ યુદ્ધના ધોરણે શરૂ કરવા હાઈકોર્ટે આદેશ કર્યો છે. મહત્વપૂર્ણ છે કે હાઈકોર્ટમાં જયસુખ પટેલના વકીલે રજૂઆત કરતા જણાવ્યું કે જયસુખ પટેલને મોરબી બ્રિજ તૂટવાની ઘટનાનો અફસોસ છે. આ સાથે તેમને જણાવ્યું છે કે બ્રિજનું કામ કરવા વગદાર લોકોએ કામ સોંપ્યું હતું.

અહીં કોમર્શિયલ એક્ટિવિટીનો કોઈ ઈરાદો નહોતો. હેરિટેજ બચાવવા માટે કામ હાથમાં લેવાયું હતું. આ સાથે સરકારે રાજકોટના જામ ટાવરની સમારકામની જવાબદારી પણ સોંપી હોવાનું તેમને જણાવ્યું છે. જયસુખ પટેલે 135 લોકોના મોતની ઘટનાને દુ:ખદ ગણાવી સ્વેચ્છાએ વળતર ચૂકવવા રજૂઆત કરી છે.

Next Video