AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટના કેસની હાઇકોર્ટમાં સુનાવણી, જયસુખ પટેલે મૃતકોના સ્વજનોને વળતર ચૂકવવા રજૂઆત કરી

Video : મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટના કેસની હાઇકોર્ટમાં સુનાવણી, જયસુખ પટેલે મૃતકોના સ્વજનોને વળતર ચૂકવવા રજૂઆત કરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2023 | 6:17 PM
Share

મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટના કેસની સુઓમોટો પિટિશન પર હાઇકોર્ટમાં સુનાવણી થઇ...ઓરેવા ગ્રુપના જયસુખ પટેલને હાઇકોર્ટે પક્ષકાર બનાવ્યો છે. આ સમગ્ર કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે મહત્વની ટકોર કરી છે.સુનાવણી દરમિયાન હાઇકોર્ટે મોરબી નગરપાલિકાનો ઉધડો લીધો છે.હાઇકોર્ટે પાલિકાને આકરા સવાલો પૂછ્યા છે કે ઝુલતા બ્રિજની ખરાબ સ્થિતિની જાણ છતાં કેમ પગલાં ન ભર્યા

મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટના કેસની સુઓમોટો પિટિશન પર હાઇકોર્ટમાં સુનાવણી થઇ છે. ઓરેવા ગ્રુપના જયસુખ પટેલને હાઇકોર્ટે પક્ષકાર બનાવ્યો છે. આ સમગ્ર કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે મહત્વની ટકોર કરી છે.સુનાવણી દરમિયાન હાઇકોર્ટે મોરબી નગરપાલિકાનો ઉધડો લીધો છે.હાઇકોર્ટે પાલિકાને આકરા સવાલો પૂછ્યા છે કે ઝુલતા બ્રિજની ખરાબ સ્થિતિની જાણ છતાં કેમ પગલાં ન ભર્યા ? તથા ઓરેવા ગ્રુપે ઉદ્ઘાટન કરીને બ્રિજ શરૂ કર્યો ત્યાં સુધી તમે શું કરતા હતા ?. વળતર ચૂકવવાથી રેવન્યુ કે ક્રિમિનલ રાહે થયેલી કાર્યવાહી પર કોઇ અસર નહીં થાય તેમ હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે.

જયસુખ પટેલે 135 લોકોના મોતની ઘટનાને દુ:ખદ ગણાવી સ્વેચ્છાએ વળતર ચૂકવવા રજૂઆત

આ સાથે સરકારને મહત્વના બ્રિજના રિપેરિંગનું જરૂરી કામ યુદ્ધના ધોરણે શરૂ કરવા હાઇકોર્ટે આદેશ કર્યો છે. મહત્વપૂર્ણ છે કે હાઇકોર્ટમાં જયસુખ પટેલના વકીલે રજૂઆત કરતા જણાવ્યું કે જયસુખ પટેલને મોરબી બ્રિજ તૂટવાની ઘટનાનો અફસોસ છે.આ સાથે તેમને જણાવ્યું છે કે બ્રિજનું કામ કરવા વગદાર લોકોએ કામ સોંપ્યું હતું.અહીં કોમર્શિયલ એક્ટિવિટીનો કોઈ ઈરાદો નહોતો.હેરિટેજ બચાવવા માટે કામ હાથમાં લેવાયું હતું.આ સાથે સરકારે રાજકોટના જામ ટાવરની સમારકામની જવાબદારી પણ સોંપી હોવાનું તેમને જણાવ્યું છે.જયસુખ પટેલે 135 લોકોના મોતની ઘટનાને દુ:ખદ ગણાવી સ્વેચ્છાએ વળતર ચૂકવવા રજૂઆત કરી છે.

આ પણ વાંચો :  ગુજરાતમાં ખાખીના જાસૂસીકાંડમાં ચોંકાવનારો ખુલાસો : IPS અધિકારીઓ જ નહીં પણ બુટલેગરની પ્રેમિકાની પણ થતી હતી જાસૂસી

g clip-path="url(#clip0_868_265)">