MORBI : ટીંબડી પાટિયા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 5 લોકોના મોત

|

Sep 23, 2021 | 2:34 PM

મોરબીના ટીંબડી પાટિયા પાસે આજે રાતના અરસામાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં પાંચ લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

MORBI : ટીંબડી પાટિયા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 5 લોકોના મોત
MORBI: 5 killed in car-truck accident near Timbdi Patiya

Follow us on

મોરબીના ટીંબડી પાટિયા પાસે આજે રાતના અરસામાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં પાંચ લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

મોરબી નજીક ટીંબડીના પાટિયા પાસે આજે રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો છે. જેમાં જીજે 36 એફ 1059 નંબરની કાર ટ્રક પાછળ ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં કાર સવાર પાંચ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હોવાની હાલ પ્રાથમિક વિગતો મળી રહી છે. કારમાં સવાર લોકોમાં એક વ્યક્તિ આનંદસિંહ સેખાવત રાજસ્થાના વતની અને ટ્રાસ્પોટરના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાની વિગતો મળી છે.

અકસ્માત થતા જ બનાવ સ્થળે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. આ અંગે પોલીસ અને 108ને જાણ કરાતા પોલીસ વિભાગ અને એમ્બ્યુલન્સ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બાદમાં કારમાંથી મૃતદેહ બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પોલીસ તપાસમાં તમામ યુવાનો મોરબી શહેરના ભરતનગરથી આવતાં હતાં અને સામેથી આવતા બાઈકચાલકને બચાવવા જતાં અકસ્માત સર્જાયો હતો. કારચાલક તમામ મૃતક યુવાનો મૂળ રાજસ્થાનના વતની છે અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા છે. બુધવારે 9.30 વાગ્યા આસપાસ યુવકો ભરતનગર ખાતે આવેલ પોતાની ટ્રાન્સપોર્ટની ઓફિસથી નીકળી ગણેશનગર પોતાને ઘેર જઈ રહ્યાં હતાં. આ દરમિયાન 10 વાગ્યા આસપાસ મોરબી- માળિયા હાઈવે પર આવેલ ટીંબડી ગામના પાટિયા પાસે અશ્નમેઘ હોટેલની સામે પાર્ક આ બનાવ બન્યો હતો.

મૃતકના નામ
1) આનંદસિંગ પ્રભુરામ સેખાવત (ઉ.વ. 35) રહે. ગણેશનગર, ટીમબડીના પાટિયા પાસે, મુ. રાજસ્થાન
2) તારાચંદ તેજપાલ બરાલા (ઉ.વ.25)
(3) અશોક કાનારામ બિરડા (ઉ.વ. 24)
(4)વિજેન્દ્રસિંગ
(5) પવનકુમાર મિસ્ત્રી

મોરબી-માળીયા હાઈ-વે પર ટીબડી ગામ નજીક ગમખ્વાર અકસ્માતમાં એક સાથે 5 યુવાનનાં કમકમાટી ભર્યા મોત થયા છે. ટ્રેલર પાર્ક કરેલી સ્થિતિમાં ઉભું હતું, જેનુ કદાચ ધ્યાન ન થતા કાર સીધી પાર્ક કરેલા ટ્રેલરમાં ઘુસી ગઈ હતી. અને આ અકસ્માત સર્જાયો હોવાનુ જાણવા મળ્યું છે. હાલ તો એકસાથે 5 આશાસ્પદ યુવાનોના મોતને પગલે શહેરભરમાં શોકનો માહોલ છવાયો છે.

 

આ પણ વાંચો : GUJARAT : અમેરિકન કોન્સ્યુલ જનરલે ગુજરાતના વિવિધ સ્થળોની મુલાકાત લીધી, ઐતિહાસિક સ્થળોને નિહાળી વ્યક્ત કર્યો અહોભાવ

આ પણ વાંચો : Surat : વિધાનસભાની તૈયારીઓ શરૂ, ધારાસભ્યની જેમ હવે કોર્પોરેટરોને પણ જનસંપર્ક કાર્યાલય શરૂ કરવા સૂચના

Next Article