Morbi: ચિત્રોડી ગામમાં 4 ઇંચ વરસાદ વરસતા ગામ ટાપુ બન્યુ, ગ્રામજનો હાલાકીમાં

|

Jun 18, 2021 | 12:01 PM

Morbi : મોરબી જિલ્લાના હળવદથી 18 કિલોમીટર દૂર આવેલા ચિત્રોડી (chitrodi) ગામમાં આભ ફાટ્યું છે. ફલકું નદી અને બ્રાહ્મણી નદીની વચ્ચે આવેલા ચિત્રોડી ગુરુવારે સાંજે અચાનક વરસાદ તૂટી પડયો હતો. જોતજોતામાં ગામમાં પાણી-પાણીની સ્થિતિ સર્જાઈ હતી.

Morbi: ચિત્રોડી ગામમાં 4 ઇંચ વરસાદ વરસતા ગામ ટાપુ બન્યુ, ગ્રામજનો હાલાકીમાં
ચિત્રોડી ગામમાં આભ ફાટ્યું

Follow us on

Morbi : મોરબી જિલ્લાના હળવદથી 18 કિલોમીટર દૂર આવેલા ચિત્રોડી (Chitrodi) ગામમાં જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું. ફલકું નદી અને બ્રાહ્મણી નદીની વચ્ચે આવેલા ચિત્રોડી ગુરુવારે સાંજે અચાનક વરસાદ તૂટી પડયો હતો. જોતજોતામાં ગામમાં પાણી-પાણીની સ્થિતિ સર્જાઈ હતી.

ચિત્રોડી ગામમાં 4 ઇંચ વરસાદના પગલે ગામલોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. તો બીજી તરફ બ્રાહ્નણી નદી વચ્ચેનું ગામ ટાપુમાં ફેરવાઇ જતા સાંજે ઘેટા બકરા લઈને પરત ફરી રહેલા બે માલધારીના 25 જેટલા ઘેટા બકરા પણ તણાઈ ગયા હતા. પરંતુ ઘેટાં-બકરા પાણીના પ્રવાહમાં તણાવા લાગતા ગ્રામજનોએ સમય સુચકતા વાપરી માનવ સાંકળ રચી બચાવી લીધા હતા.

તો બીજી તરફ સરકારી તંત્ર આ બાબતથી અજાણ હોવાની પણ માહિતી મળી રહી છે. તો ભારે વરસાદને પગલે ખેડૂતોના પાકને પણ નુકસાની થઇ છે. રાજ્યના 28 તાલુકામાં ગુરુવારે વરસાદ(Rain)  વરસ્યો હતો. તો હવામાન વિભાગ દ્વારા આજે વરસાદની આગાહી કરવમાં આવી છે. રાજ્યમાં ગુરુવારે સૌથી વધુ વરસાદ ગણદેવીમાં નોંધાયો હતો.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

રાજ્યમાં ગુરુવારે સૌથી વધુ ગણદેવીમાં 5.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. જયારે સૂરત, નવસારી અને જલાલપોરમાં 3 ઇંચ વરસાદ વરસ્યો હતો. અનેક જિલ્લામાં સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. સૌરાષ્ટ્રમાં પણ મધ્યમ વરસાદ વરસ્યો હતો. તો આજે અનેક જિલ્લામાં વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Next Article