AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi Birthday: મોરારી બાપુએ વડાપ્રધાન મોદીને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી

જાણીતા કથાકાર મોરારી બાપુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે. તેમજ મોરારી બાપુએ તાજેતરમાં યોજાયેલી G20 સમિટની અભૂતપૂર્વ સફળતા માટે પણ વડા પ્રધાનને અભિનંદન પણ પાઠવ્યા હતા.આજે 17 સપ્ટેમ્બરે લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ છે. ત્યારે મોરારી બાપુએ જણાવતા કહ્યું કે વ્યાસપીઠ વતી, તેમને જન્મ દિવસ શુભેચ્છા પાઠવું છું.

PM Modi Birthday: મોરારી બાપુએ વડાપ્રધાન મોદીને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી
PM Modi Birthday
Darshal Raval
| Edited By: | Updated on: Sep 17, 2023 | 9:16 AM
Share

PM Modi birthday : જાણીતા કથાકાર મોરારી બાપુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે. તેમજ મોરારી બાપુએ તાજેતરમાં યોજાયેલી G20 સમિટની અભૂતપૂર્વ સફળતા માટે પણ વડા પ્રધાનને અભિનંદન પણ પાઠવ્યા હતા.

આજે 17 સપ્ટેમ્બરે લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ છે. ત્યારે મોરારી બાપુએ જણાવતા કહ્યું કે વ્યાસપીઠ વતી, તેમને જન્મ દિવસ શુભેચ્છા પાઠવું છું. હું ભગવાન હનુમાનના ચરણોમાં તેમના લાંબા આયુષ્ય અને સતત સફળતા માટે પ્રાર્થના કરું છું,” મોરારી બાપુએ દિલ્લીમાં તેમની રામકથા દરમિયાન શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પણ વાંચો : Gujarati Video: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 18-19 સપ્ટેમ્બરે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં થશે ભારે વરસાદ, દાહોદમાં રેડ એલર્ટ

સાથે જ મોરારી બાપુએ નવી દિલ્હી જી-20 સમિટની સફળતાના વખાણ પણ કર્યા હતા. વખાણ કરતાની સાથે જ જણાવ્યું, જેમાં વિશ્વના સૌથી શક્તિશાળી નેતાઓએ 9 અને 10 સપ્ટેમ્બરે હાજરી આપી હતી. તો કેટલાક રાજકીય નેતાઓ દ્વારા સનાતન ધર્મના સંદર્ભમાં કરવામાં આવેલી કેટલીક વિચિત્ર ટિપ્પણીઓને પગલે ચાલી રહેલા વિવાદનો ઉલ્લેખ કરતા, મોરારી બાપુએ પીએમ મોદીની આવી ટિપ્પણીઓને સખત ખંડન કરવા બદલ પ્રશંસા કરી હતી.

ભાજપ ‘સેવા પખવાડિયાની’ કરશે શરુઆત

ભારતીય જનતા પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે રવિવારે ‘સેવા પખવાડિયાની’ શરૂઆત કરશે. વધુમાં પાર્ટી વડાપ્રધાનના જન્મદિવસ પર નમો એપ દ્વારા ‘એક્સપ્રેસ યોર સેવા ભવ’ અભિયાન (Sevabhava Abhiyan) શરૂ કરશે. ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે આ અભિયાનનો હેતુ નાગરિકોને દેશની સેવા કરવા માટે પ્રેરિત કરવાનો છે. જેમાં તેઓને કરોડો ભારતીયો પીએમ મોદીને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવે છે.

આ વર્ષે નમો એપનો ઉપયોગ કરીને લોકો વીડિયો મેસેજ દ્વારા પીએમ મોદીને તેમની શુભકામનાઓ પણ આપી શકે છે. તેમણે તેમનો જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવતો વીડિયો નમો એપ પર અપલોડ કરવાનો રહેશે. વીડિયો વોલ પર શુભકામનાઓના તમામ વીડિયો પણ દેખાશે. પાર્ટીનું કહેવું છે કે નમો એપના યુઝર્સ, પછી ભલે તે કાર્યકર્તા હોય કે અન્ય કોઈ, વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર તેમની ‘સેવા ભેટ’ના ભાગરૂપે રાષ્ટ્ર પ્રત્યેની તેમની સેવાની ભાવના વ્યક્ત કરી શકે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ
ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ
ગીર સોમનાથમાં ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી, 5 મુખ્ય ડેમમાં પૂરતું પાણી
ગીર સોમનાથમાં ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી, 5 મુખ્ય ડેમમાં પૂરતું પાણી
ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ! આગામી 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ! આગામી 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી
પીએમ મોદીએ 'મન કી બાત'માં ગુજરાતની 'કેસર' કેરીની કેમ કરી વાત ?
પીએમ મોદીએ 'મન કી બાત'માં ગુજરાતની 'કેસર' કેરીની કેમ કરી વાત ?
અમદાવાદમાં IPL 2026 ફાઈનલ પર વરસાદનું સંકટ
અમદાવાદમાં IPL 2026 ફાઈનલ પર વરસાદનું સંકટ
કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ
કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">