નડિયાદમાં યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની 188મી સમાધિ મહોત્સવનો પૂ.મોરારી બાપુની રામકથા સાથે થયો પ્રારંભ

નડિયાદમાં યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની 188મી સમાધિ મહોત્સવનો પૂ.મોરારી બાપુની રામકથા સાથે થયો પ્રારંભ

નડિયાદમાં યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના ૧૮૮મા સમાધિ મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે આજથી મંદિર પરિસરમાં ૧૦ ફેબ્રુઆરી સુધી પ્રસિદ્ધ કથાકાર પૂ.મોરારી બાપુના મુખે શ્રી રામકથાનું આયોજન મંદિર દ્વારા કરવામાં આવ્યું છે જનસેવાએ પ્રભુ સેવા વાતને સાર્થક કરતુ મંદિર એટલે નડિયાદમાં આવેલ સંતરામ મંદિર , ખેડા જીલ્લાના પ્રસિદ્ધ સંતરામ મંદિર દ્વારા યોગીરાજ અવધૂત સંતરામ મહારાજના […]

Dharmendra Kapasi

| Edited By: Parth_Solanki

Feb 02, 2019 | 4:34 PM

નડિયાદમાં યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના ૧૮૮મા સમાધિ મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે આજથી મંદિર પરિસરમાં ૧૦ ફેબ્રુઆરી સુધી પ્રસિદ્ધ કથાકાર પૂ.મોરારી બાપુના મુખે શ્રી રામકથાનું આયોજન મંદિર દ્વારા કરવામાં આવ્યું છે

જનસેવાએ પ્રભુ સેવા વાતને સાર્થક કરતુ મંદિર એટલે નડિયાદમાં આવેલ સંતરામ મંદિર , ખેડા જીલ્લાના પ્રસિદ્ધ સંતરામ મંદિર દ્વારા યોગીરાજ અવધૂત સંતરામ મહારાજના 188માં સમાધિ મહોત્સવ તેમજ લક્ષ્મણદાસ મહારાજ સાર્ધ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણીનો પ્રારંભ થયો છે ત્યારે મંદિર પરિસરમાં આજથી પ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે આજે કથાના પ્રથમ દિવશે દેશ વિદેશથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને મોરારીબાપુની રામકથાનો લાભ લીધો હતો આજે કથાના પ્રથમ દિવશે રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

શ્રી સંતરામ મંદિર દ્વારા ધર્મ અને આધ્યાત્મિકતાને સેવા સાથે સાંકળીને વિવિધ ઉમદા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, ત્યારે આ મહોત્સવમાં મંદિર દ્વારા ઉત્તમ અને ઉમદા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવશે.જેમાં મહોત્સવ દરમિયાન આરોગ્યના કેમ્પ ,શિક્ષણ કેમ્પ અને શરીરના કોઈ પણ રોગોના ઓપરેશન મંદિર ણી હોસ્પિટલ ધ્વારા નિશુલ્ક કરી આપવામાં આવનાર છે

[yop_poll id=”1006″]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati