દેશમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત, આગામી 2 દિવસમાં ગુજરાતમાંથી પાછુ ફરશે નૈઋત્યનુ ચોમાસુ

દેશમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે. દર વખતની જેમ આ વર્ષે પણ રાજસ્થાનમાંથી નૈઋત્યના ચોમાસાના વિદાની શરૂઆત થઈ છે. રાજસ્થાનમાંથી શરૂ થયેલ ચોમાસાની વિદાય આગામી બે દિવસમાં ગુજરાત અને પંજાબમાં પણ શરૂઆત થશે.

દેશમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત, આગામી 2 દિવસમાં ગુજરાતમાંથી પાછુ ફરશે નૈઋત્યનુ ચોમાસુ
| Edited By: | Updated on: Sep 15, 2025 | 6:14 PM

હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 2 દિવસમાં ગુજરાતના કેટલાક ભાગમાંથી નૈઋત્યનુ ચોમાસું પાછું ખેંચાશે. ચોમાસાના વિદાય વચ્ચે રાજ્યમાં ક્યાક હળવો તો ક્યાક મધ્યમ વરસાદની પણ આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ એટલે 15 સપ્ટેમ્બરથી લઈને 21 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાત રિજન અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ એટલે કે, 15 સપ્ટેમ્બરથી લઈને 19 સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પણ 15 સપ્ટેમ્બર અને પછીના દિવસે 18 અને 19 સપ્ટેમ્બર માટે ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

દેશમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે. દર વખતની જેમ આ વર્ષે પણ રાજસ્થાનમાંથી નૈઋત્યના ચોમાસાના વિદાની શરૂઆત થઈ છે. રાજસ્થાનમાંથી શરૂ થયેલ ચોમાસાની વિદાય આગામી બે દિવસમાં ગુજરાત અને પંજાબમાં પણ શરૂઆત થશે.

આ સમયે ગુજરાતમાં પવનની ગતિ પ્રતિ કલાકે 30 થી 40 કિલોમીટર સુધી રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પાછું ખેંચવાની રેખા શરૂ થઈ ચૂકી છે. રાજસ્થાનના કેટલાક ભાગની સાથેસાથે પંજાબ અને ગુજરાત રાજ્યના કેટલાક ભાગમાંથી આગામી બે દિવસમાં ચોમાસુ પાછું ખેંચાવા માટેની સ્થિતિ સર્જાશે. ગુજરાત રાજ્યમાં વર્તમાન ચોમાસામાં અત્યાર સુધીમાં 836.1 મિલીમીટર વરસાદ નોંધાયો છે. અને 15 સપ્ટેમ્બર સુધીનો સામાન્ય વરસાદ 663.9 મિલીમીટર છે. જે સામાન્ય કરતાં 26 % વધુ વરસાદ કહી શકાય.

હવામાન વિભાગે ગરબા રસીયાઓને નિરાશ કરતી આગાહી કરતા કહ્યું છે કે, નવરાત્રીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે. અમદાવાદમાં સામાન્ય રીતે વાદળછાયું આકાશ રહેશે, જેમાં હળવો વરસાદ તો ક્યારેક ગાજવીજ સાથે વરસાદ વરસવાની સંભાવના રહેલી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો