Monsoon : ટીટોડીના ઈંડા પરથી વરસાદનો વરતારો કરવાની પ્રથા ગામડાઓમાં યથાવત

|

May 15, 2021 | 3:24 PM

Monsoon : પ્રાચીન સમયમાં જ્યારે કોઈ આધુનિક સાધનો નહિ હતા ત્યારે વરસાદની આગાહી વડવાઓ પોતાની રીતે જ કરતા હતા. વરસાદ શરૂ થાય તે પહેલાં તેઓ પોતાની આગાહી, અવલોકનો અને કોઠાસૂઝના આધારે વરસાદ કેવો રહેશે તેનું અનુમાન લગાવતા હતા.

Monsoon : ટીટોડીના ઈંડા પરથી વરસાદનો વરતારો કરવાની પ્રથા ગામડાઓમાં યથાવત
ટીટોડી

Follow us on

Monsoon : પ્રાચીન સમયમાં જ્યારે કોઈ આધુનિક સાધનો નહિ હતા ત્યારે વરસાદની આગાહી વડવાઓ પોતાની રીતે જ કરતા હતા. વરસાદ શરૂ થાય તે પહેલાં તેઓ પોતાની આગાહી, અવલોકનો અને કોઠાસૂઝના આધારે વરસાદ કેવો રહેશે તેનું અનુમાન લગાવતા હતા.

જોકે ગામડાઓમાં આ પ્રથા હજી જીવંત છે. વરસાદના પરંપરાગત વિજ્ઞાાન પ્રમાણે ટીટોડી ચાર ઈંડા મૂકે તો સારો વરસાદ, ઊંચાઈએ મુકે તો વ્યાપક વરસાદ અને ઈંડા વહેલા મુકે તો ચોમાસુ વહેલું બેસી જાય એવી માન્યતા પ્રચલિત છે.

આ વખતે દેશભરમાં ચોમાસુ દસ્તક દઈ રહ્યું છે. ત્યારે સુરત જિલ્લાના મલગામા ગામે ઉમેશભાઈ શાંતિલાલ પટેલના ખેતરમાં ટીટોડીએ ઈંડા મુક્યા છે. આ ચારેય ઈંડા ઉભા હોવાથી આ વર્ષે વરસાદ સારો રહેશે એવી આગાહી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સામાન્ય રીતે ટીટોડી જૂન જુલાઈ માસમાં ઈંડા મુકતી હોય છે, પણ આ વર્ષે મે મહિનાના મધ્ય ભાગમાં ઈંડા મુકતા ચોમાસુ વહેલું અને સારું રહેશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

Next Article