વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી, બંગાળના અખાતમાં ઓછા દબાણનું ક્ષેત્ર બન્યું

|

Sep 21, 2020 | 10:02 AM

આ વર્ષે મોનસૂનની વાપસીની શરૂઆત 24-26 સપ્ટેમ્બર વચ્ચે થઈ શકે છે. એટલે કે મોનસૂન કેલેન્ડરની નક્કી તારીખ 17 સપ્ટેમ્બરથી એક અઠવાડિયું મોડું થયું છે. આગામી અઠવાડિયે પશ્ચિમ રાજસ્થાનના પોખરણ, બિકાનેર, ચુરુ, બાડમેરથી મોનસૂનની વાપસીની શરૂઆત થશે. રવિવારે બંગાળની ખાડીમાં આ મોનસૂનું 11મું અને છેલ્લું ઓછા દબાણનું ક્ષેત્ર બન્યું છે. જેની અસર પૂર્વ ભારતથી લઈને પશ્ચિમ […]

વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી, બંગાળના અખાતમાં ઓછા દબાણનું ક્ષેત્ર બન્યું

Follow us on

આ વર્ષે મોનસૂનની વાપસીની શરૂઆત 24-26 સપ્ટેમ્બર વચ્ચે થઈ શકે છે. એટલે કે મોનસૂન કેલેન્ડરની નક્કી તારીખ 17 સપ્ટેમ્બરથી એક અઠવાડિયું મોડું થયું છે. આગામી અઠવાડિયે પશ્ચિમ રાજસ્થાનના પોખરણ, બિકાનેર, ચુરુ, બાડમેરથી મોનસૂનની વાપસીની શરૂઆત થશે. રવિવારે બંગાળની ખાડીમાં આ મોનસૂનું 11મું અને છેલ્લું ઓછા દબાણનું ક્ષેત્ર બન્યું છે. જેની અસર પૂર્વ ભારતથી લઈને પશ્ચિમ ભારત સુધી 23 સપ્ટેમ્બર સુધી વર્તાશે.

સપ્ટેમ્બરમાં આ પહેલા 13 સપ્ટેમ્બરે ઓછા દબાણનું ક્ષેત્ર સર્જાયું હતું અને તે પહેલા પહેલી ઓગસ્ટે પાંચ વાર, જુલાઈમાં બે વાર અને જૂનમાં નિસર્ગ વાવાઝોડા સિવાય એક ઓછા દબાણનું ક્ષેત્ર બન્યું હતું. બંગાળની ખાડીમાં ઓછા દબાણનું ક્ષેત્ર બન્યા પછી તે ઓડિશા અને પ. બંગાળથી આગળ વધતા ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ કે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન સુધી વાદળો સાથે હલકાથી ભારે વરસાદ કરીને પસાર થઈ જાય છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article