ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરુઆત થઈ છે, ચોમાસું આ વર્ષે ચાર દિવસ વહેલુ પહોચ્યું છે. નૈઋત્ય ચોમાસું વિધિવત બેસી ગયુ છે. ત્યારે આજે વલસાડ વટાવી નવસારી ચોમાસું પહોંચ્યું છે. ગુજરાતના ખેડૂતો માટે સૌથી સારા સમાચાર છે. 10 વર્ષમાં ત્રીજું સૌથી વહેલું ચોમાસું આ વખતે આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાતના જેતપુર ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે. જેતપુર ગ્રામ્ય પંથકમાં ચોમાસાના આગમન સાથે આજે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદની સંભાવના છે. ખીરસરા, જાંબુડી, પ્રેમગઢ,મેવાસા સહિતના ગામોમાં વરસાદ વરસવાના છે.
આ સાથે મેવાસા ગામે ધોધમાર વરસાદ વરસતા રોડ પર પાણી વહેતા થયા છે. બીજી તરફ રાજકોટના જામકંડોરણાના ગ્રામ્ય પંથકમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે.
આજ રોજ ચોમાસાના વિધિવત આગમન સાથે સાબરકાંઠા,અરવલ્લી,મહિસાગર,પંચમહાલ,દાહોદ,વડોદરા,છોટાઉદેપુર,નર્મદા,ભરૂચ, સહિત નર્મદા,સુરત,તાપી,ડાંગ,નવસારી,વલસાડ, જૂનાગઢ, અમરેલી,ભાવનગર,ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતના 20 જિલ્લાઓ વરસાદની આગાહી છે જેમાં 9 જિલ્લામાં હળવા અને મધ્યમ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે આ સાથે સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે.
છેલ્લા 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ મહીસાગરના સંતરામપુરમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. પંચમહાલના મોરવા(હડફ)માં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આવતીકાલ એટલે કે 12 જૂને ગુજરાતના અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે
Published On - 1:22 pm, Tue, 11 June 24