
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 48 કલાકમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મુંબઈમાં બેસી જશે. આની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વ્યાપક વરસાદ વરસશે. છેલ્લા કેટલાક દિવસથી ચોમાસુ આગળ વધવાને બદલે દક્ષિણ મહારાષ્ટ્રમાં અટકી ગયું હતું. જો કે, આજે 22મી જૂનથી ચોમાસાના આગળ વધવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. ચોમાસાને દક્ષિણ મહારાષ્ટ્રથી આગળ વધારનાર વાતાવરણ હજુ પણ ત્રણ-ચાર દિવસ જળવાઈ રહેશે. જેના કારણે ચોમાસુ ગુજરાતમાં પણ ત્રણ-ચાર દિવસમાં આગમન કરે તેવી સંભાવના છે.
હવામાન વિભાગે ગુજરાત અને આસપાસના વિસ્તારો માટે ચોમાસાને લઈને મહત્વપૂર્ણ આગાહી જાહેર કરી છે. આગામી 48 કલાકમાં મુંબઈમાં ચોમાસું પહોંચવાની શક્યતા દર્શાવવામાં આવી છે, જેના કારણે રાજ્યમાં પણ ચોમાસાની ગતિ ધીમે ધીમે આગળ વધવાની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી વાતાવરણ સર્જાશે.
હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં હાલ એક મોન્સુન ટ્રફ પસાર થઈ રહ્યી છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતો જોવા મળી શકે છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે પવન અને વરસાદ વરસવાની શક્યતા છે. સુરત, વલસાડ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ વધુ સક્રિય રહી શકે છે.
સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. અહીં ભારે વરસાદની શક્યતા હાલ ઓછી હોવાનું અનુમાન છે.
અમદાવાદમાં પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. સાથે જ રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાન 40 થી 41 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે, જેના કારણે ઉષ્ણતા અને ભેજ બંનેનો અનુભવ થઈ શકે છે.
હવામાન વિભાગ મુજબ પવનની દિશા બદલાતી રહેશે અને તેની ગતિ 15 થી 20 કિમી પ્રતિ કલાક રહી શકે છે. આ સાથે રાજ્યમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે.
હાલની સ્થિતિ મુજબ ચોમાસું મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે અને આગામી 48 કલાકમાં ત્યાં તેની સક્રિયતા વધવાની શક્યતા છે. ગુજરાતમાં સંપૂર્ણ ચોમાસા માટે હજુ થોડો સમય રાહ જોવી પડી શકે છે.