VIDEO: મેઘરાજાના રિસામણા પૂર્ણ અને લાંબો સમય બાદ રાજ્યભરમાં મેઘમહેર, ખેડૂતોમાં ખૂશીનો માહોલ

|

Jul 20, 2019 | 1:29 PM

લાંબા સમય બાદ મેઘરાજાના જાણે કે રિસામણા પૂર્ણ થઈ ગયા હોય તેવી રીતે રાજ્યભરમાં મેઘમહેર થઈ રહી છે. મેઘમહેરની વાત કરીએ તો રાજકોટ શહેર સહિત જસદણ તાલુકામાં પણ મેઘમહેર જોવા મળી હતી. લાંબા વિરામ બાદ મેઘરાજાના આગમનથી ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ. તો જુનાગઢમાં પણ લાંબા સમય બાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા લોકો ખુશ-ખુશાલ થયા હતા. […]

VIDEO: મેઘરાજાના રિસામણા પૂર્ણ અને લાંબો સમય બાદ રાજ્યભરમાં મેઘમહેર, ખેડૂતોમાં ખૂશીનો માહોલ
rain

Follow us on

લાંબા સમય બાદ મેઘરાજાના જાણે કે રિસામણા પૂર્ણ થઈ ગયા હોય તેવી રીતે રાજ્યભરમાં મેઘમહેર થઈ રહી છે. મેઘમહેરની વાત કરીએ તો રાજકોટ શહેર સહિત જસદણ તાલુકામાં પણ મેઘમહેર જોવા મળી હતી. લાંબા વિરામ બાદ મેઘરાજાના આગમનથી ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ. તો જુનાગઢમાં પણ લાંબા સમય બાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા લોકો ખુશ-ખુશાલ થયા હતા.

આ પણ વાંચોઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા શીલા દિક્ષીતનું 81 વર્ષની ઉંમરે નિધન, જાણો તેમના જીવન વિશેની વાતો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ બાજુ અમરેલીના બાબરા પંથક, ધારીના ગીર વિસ્તાર અને સાવરકુંડલામાં વરસાદી રમઝટ જામી હતી. બોટાદ શહેર અને ગઢડા તાલુકાના ઢસાગામે મેઘરાજાએ એન્ટ્રી કરતા મુરજાતી મોલાતને જીવનદાન મળ્યું છે. દક્ષિણ ગુજરાતમાં સુરત અને ડાંગમાં પણ છુટો-છવાયો વરસાદ વરસતા લોકોને બફારાથી રાહત મળી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠાના પાલનપુર અને અમીરઢમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ખેડૂતોના ઉભા પાકને પણ જીવનદાન મળ્યું છે. છોટા ઉદેપુર શહેર અને પાવીજેતપુર પંથકમાં પવન સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. મહેસાણાના સમગ્ર પંથકમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો

[yop_poll id=”1″]

Next Article