મૌલાના મુફ્તી સલમાન અઝહરી મોડાસામાં રિમાન્ડ પૂર્ણ, સાબરમતી જેલમાં મોકલાશે
ભડકાઉ ભાષણના મામલે મૌલાના મુફ્તી સલમાન અઝહરીના પાંચ દિવસના રિમાન્ડ પૂર્ણ થયા છે. રિમાન્ડ પૂર્ણ થતા મોડાસા પોલીસે આરોપી મૌલાનાને કોર્ટમાં રજૂ કરતા જેલમાં મોકલવા માટે આદેશ કર્યો છે. મૌલાનાને અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં મોકલવા માટે કોર્ટે આદેશ કર્યો છે.
મોડાસામાં ગત ડિસેમ્બર માસમાં ભડકાઉ ભાષણ કરવાના મામલે ગત 9 ફેબ્રુઆરીએ મોડાસા શહેર પોલીસે ગુનો નોંધ્યો હતો. જેને લઈ મોડાસા પોલીસે મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ કરી હતી. કોર્ટમાં રજૂ કરીને મોડાસા પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટે 5 દિવસના રિમાન્ડ મૌલાનાના મંજૂર કર્યા હતા. પાંચ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા શનિવારે ફરીથી મોડાસા પોલીસે મૌલાનાને કોર્ટમાં રજૂ કર્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદ-હિંમતનગર રેલવે લાઈન પર તસ્કરોનો ત્રાસ, નવી વીજ લાઈનના મોંઘાદાટ કોપર તારની ચોરી
જ્યાં કોર્ટે મોડાસા સબ જેલના બદલે અમદાવાદ સ્થિત સાબરમતી મધ્યસ્થ જેલમાં આરોપી મૌલાનાને મોકલવા માટે હુકમ કર્યો હતો. સોમવારે મૌલાનાના વકીલ દ્વારા જામીન અરજી કરવામાં આવશે. આમ જામીન મંજૂર થવા સુધી મૌલાના સાબરમતી જેલમાં બંધ રહેશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Feb 17, 2024 11:29 AM
