Ahmedabad : પાલતુ ગાય માટે બનાવડાવી દીધા લાખોના ઘરેણાં, આ વ્યક્તિની બધે જ થઇ રહી છે ચર્ચા

|

Mar 14, 2021 | 8:58 AM

Ahmedabad : પ્રાણીઓ અને માણસો વચ્ચેનો સંબંધ ખૂબ મધુર હોય છે. માણસો તેમના પાલતુ પ્રાણીઓ માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે.

Ahmedabad : પાલતુ ગાય માટે બનાવડાવી દીધા લાખોના ઘરેણાં, આ વ્યક્તિની બધે જ થઇ રહી છે ચર્ચા
પાલતુ ગાય માટે બનાવડાવી દીધા લાખોના ઘરેણાં

Follow us on

Ahmedabad : પ્રાણીઓ અને માણસો વચ્ચેનો સંબંધ ખૂબ મધુર હોય છે. એવું કહેવું ખોટું નહીં હોય કે માણસો તેમના પાલતુ પ્રાણીઓ માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. પશુ પ્રેમી લોકો માટે તેમના ફોન અને લેપટોપની મેમરી પણ તેમના પાલતું પ્રાણીના વીડિયોઝ અને ફોટાથી ભરેલી હોય છે. પરંતુ જો કોઈ પોતાના પાલતું પ્રાણીને સજાવવા માટે ઘરેણાં બનાવે છે તો? હા, અમદાવાદના એક વ્યક્તિએ આવું જ કંઇક કર્યું, આખી વાત જાણીને તમે પણ એક ક્ષણ માટે ચોંકી જશો.

ગુજરાતના રહેવાસી વિજય પરસાણા પોતાની ગાય અને વાછરડાને એટલો પ્રેમ કરે છે કે તેણે તેના માટે ઘરેણાં બનાવવાનું વિચાર્યું. આ ઘરેણાં ફૂલો કે પાંદડાઓના નહીં પરંતુ સોના, ચાંદી તેમજ રત્નોથી બનાવાયા છે. જેના માટે તેમણે અમદાવાદના એક જ્વેલરી શો-રૂમના માલિક મનોજ સોની સાથે વાત કરી. મનોજ ઘરેણાં બનાવવા તૈયાર થયા, પરંતુ તેમણે એક શરત મૂકી. તેમણે કહ્યું હતું કે જ્યારે વિજય તેની ગાયને તેના શોરૂમમાં લાવશે ત્યારે જ તે દાગીના બનાવશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

શો-રૂમના માલિકે આ શરત રાખી હતી

આ શરત સ્વીકાર્યા બાદ વિજય પરસાણા તેની ગાય અને વાછરડાને શો રૂમ લઈ ગયા. જ્યાં મનોજ સોનીએ ગાયને માત્ર શણગારી જ નહીં પરંતુ તેની આરતી પણ કરી હતી. ગાય-વાછરડા ઉપર ફૂલો પણ વરસાવ્યા હતા. આ દરમિયાન વિજયનો આખો પરિવાર અને શો રૂમનો સ્ટાફ પણ ત્યાં હાજર હતો. આખા શો રૂમને ફૂલોથી એવી રીતે શણગારવામાં આવ્યો હતો કે કોઈના લગ્ન ત્યાં થઇ રહ્યા હોય. ઝવેરાત પહેર્યા પછી ગાય અને વાછરડાને ફળ આપીને રવાના કરવામાં આવ્યા હતા. જેને પણ આ વિશેની જાણકારી મળી તે વિજયના પશુ પ્રેમ અને મનોજની ઉદારતાની પ્રશંસા કરી રહ્યા છે. આ સમગ્ર સમારોહનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

Next Article