વડનગરના ઐતિહાસિક અને વિરાસત સ્થળોની કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મુલાકાત લીધી, કહ્યું દુનિયા આખી વડનગરને જોવા – જાણવા આવશે

|

Sep 10, 2022 | 11:55 PM

મહેસાણા(Mehsana)  જિલ્લાના વડનગર(Vadnagar)  ખાતે દેશના કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને(Dharmendra Pradhan)  વડનગર શહેરની વિવિધ સાઇટોની મુલાકાત સમયે જણાવ્યું હતું કે વડનગરની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતને વૈશ્વિક કક્ષાએ ઉજાગર કરવા અને દુનિયાનું શ્રેષ્ઠ ટુરિઝમ ડેસ્ટિનેશન બનાવવાના નિર્ધાર કર્યો છે.

વડનગરના ઐતિહાસિક અને વિરાસત સ્થળોની કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મુલાકાત લીધી, કહ્યું  દુનિયા આખી વડનગરને જોવા - જાણવા આવશે
Union Minister Dharmendra Pradhan visited historical and heritage places of Vadnagar

Follow us on

મહેસાણા(Mehsana)  જિલ્લાના વડનગર(Vadnagar)  ખાતે દેશના કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને(Dharmendra Pradhan)  વડનગર શહેરની વિવિધ સાઇટોની મુલાકાત સમયે જણાવ્યું હતું કે વડનગરની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતને વૈશ્વિક કક્ષાએ ઉજાગર કરવા અને દુનિયાનું શ્રેષ્ઠ ટુરિઝમ ડેસ્ટિનેશન બનાવવાના નિર્ધાર સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારમાં કામ થઇ રહ્યું છેવડનગરની મુલાકાત દરમિયાન કેન્દ્રિય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વડનગરનાં કીર્તિ તોરણ, પ્રેરણા સ્કુલ, આંતરરાષ્ટ્રીય કક્ષાના નિર્માણાધીન એક્સપેરિયન્સલ મ્યુઝિયમ સાઇટ,ઉત્ખનન સાઇટ, રેલવે સ્ટેશનની પ્રધાનમંત્રીના બાળપણની યાદ એવી ચાની કીટલી, હાટકેશ્વર મહાદેવ,વોચ ટાવર, શર્મિષ્ઠા તળાવ થીમ પાર્ક,આર્ટ ગેલેરી સહિતનાં વિવિધ સ્થળોની મુલાકાત લઇને ઉત્ખનન દરમિયાન મળેલા અવશેષોનું નિરીક્ષણ કર્યું હતું અને તેમણે ઉત્ખનનની વિવિધ સાઇટ પર પગપાળાં જઇને જાત માહિતી મેળવી હતી.

વડનગરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝિયમ સાઇટ ઉપર જઇ વિશેષ માહિતી મેળવી

શિક્ષણ મંત્રીએ પ્રેરણા સ્કુલની મુલાકાત સમયે જણાવ્યું હતું કે,21 મી સદીનું પ્રેરણા મંદિર પ્રેરણા સ્કુલ છે.નવી પેઢીને દુનિયા સામે કદમ મીલાવી શકે તે માટે આ પ્રેરણા મંદિરથી પ્રેરીત થશેવડનગરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝિયમ સાઇટ ઉપર જઇ વિશેષ માહિતી મેળવી હતી.છેલ્લા બે જેટલા વર્ષથી ચાલી રહેલા ઉત્ખનન દરમિયાન શંખચૂડી,અલગ અલગ ડિઝાઇના ઠીકરાં,માટીનાં રમકડાં,પેન્ડેન્ટ અને સીલીંગ મળી આવ્યા છે. આ તમામ વસ્તુઓની ઝીણવટભરી નિહાળી માહિતી મેળવી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ પ્રસંગે મંત્રી સાથે રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર જોડાયા હતા.તેમણે પણ વડનગરની વિવિધ સાઇટોની રસપુર્વક મુલાકાત લીધી હતી.તેમણે જણાવ્યું હતું કે દુનિયા આખી વડનગરને જોવા – જાણવા આવશે,એ પ્રકારે સરકાર કામ કરી રહી છે. આ મુલાકાત વેળાએ તેમની સાથે રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ એસ.જે હૈદર,શિક્ષણ સચિવ વિનોદ રાવ, જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ,જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ,જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી,નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા, પ્રાંત અધિકારી ખેરાલુ,પ્રાન્ત અધિકારી મહેસાણા,અગ્રણી મયંકભાઇ નાયક, આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના વડોદરા સર્કલના અધિકારીઓ મહેસાણા સહિત વડનગરના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Published On - 11:53 pm, Sat, 10 September 22

Next Article