Gujarat માં નર્મદા કેનાલ નેટવર્કનું 96 ટકા કામ પૂર્ણ થતા રાજ્યમાં પાણીનું સંકટ હવે ભૂતકાળ બન્યું : ઋષિકેશ પટેલ

|

Jun 07, 2022 | 4:46 PM

નર્મદાના(Narmada) નીર થકી વિસનગરના ગામે ગામે શુધ્ધ પીવાનું પાણી પહોંચતા હવેથી ગ્રામ્ય વિસ્તારમાં દૈનિક ઘોરણે વ્યક્તિદીઠ 100 લીટર અને શહેરી વિસ્તારમાં 140 લીટરના આયોજન સાથે સમગ્ર તાલુકામાં 5 કરોડ અને 40 લાખ લીટરનું શુધ્ધ પીવાનું પાણી દૈનિક ઘોરણે ઉપલબ્ધ બન્યું છે તેમ મંત્રી ઋષિકેશ પટેલ કહ્યું હતુ.

Gujarat માં નર્મદા કેનાલ નેટવર્કનું 96 ટકા કામ પૂર્ણ થતા રાજ્યમાં પાણીનું સંકટ હવે ભૂતકાળ બન્યું : ઋષિકેશ પટેલ
Narmada Canal
Image Credit source: File Image

Follow us on

ગુજરાતના (Gujarat) આરોગ્ય, જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલે(Rishikesh Patel) વિસનગરના શહેરી અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.179 કરોડના ખર્ચે નિર્માણ પામેલ વિસનગર જૂથ પાણી પુરવઠા યોજના અને બે સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરતા કહ્યું કે, કોરોનાની વિકટ પરિસ્થિતિઓ વચ્ચે પણ ફક્ત 21 મહિનાના ટૂંકા ગાળામાં વિસનગરને પાણીદાર બનાવવાની લોકઉપયોગી યોજના પૂર્ણ કરી છે. ગુજરાતને પાણીથી સમૃધ્ધ બનાવવા સુદ્રઢ આયોજન હાથ ધરીને રાજ્યમાં તળાવો, ચેકડેમ, પાઇપલાઇન, કેનાલ, સબ કેનાલ, માઇનોર કેનાલના વિશાળ નેટવર્ક દ્વારા આજે સમગ્ર ગુજરાતના ખૂણે –ખૂણે પાણી પહોંચતું કર્યું છે. જેના પરિણામે નર્મદાની વિવિધ કેનાલનું (Narmada Canal)  96 ટકા જેટલું કાર્ય પૂર્ણ થયું છે. જેથી રાજ્યમાં પાણીનું સંકટ હવે ભૂતકાળ બન્યો છે તેમ મંત્રીએ જણાવ્યું હતુ.

વિસનગરના ગામે ગામે શુધ્ધ પીવાનું પાણી પહોંચ્યું

નર્મદાના નીર થકી વિસનગરના ગામે ગામે શુધ્ધ પીવાનું પાણી પહોંચતા હવેથી ગ્રામ્ય વિસ્તારમાં દૈનિક ઘોરણે વ્યક્તિદીઠ 100 લીટર અને શહેરી વિસ્તારમાં 140 લીટરના આયોજન સાથે સમગ્ર તાલુકામાં 5 કરોડ અને 40 લાખ લીટરનું શુધ્ધ પીવાનું પાણી દૈનિક ઘોરણે ઉપલબ્ધ બન્યું છે તેમ મંત્રી ઋષિકેશ પટેલ કહ્યું હતુ.

જેમાં 150 કરોડના ખર્ચે કાર્યરત થયેલ વિસનગર જુથ પાણી પુરવઠા યોજનામાં 54 ગામો અને શહેર જ્યારે 29 કરોડના ખર્ચે તૈયાર થયેલ સિવેજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ થી વિસનગરના વિવિધ વિસ્તાર લાભાન્વિત બનશે.મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, અગાઉ ધરોઇ જૂથ પાણી પુરવઠા યોજના મહેસાણા જિલ્લાનું અંતિમ દ્વાર હતું. વિસનગર શહેર સહિત સમગ્ર તાલુકો અને તાલુકાના ગામોને પાણીદાર બનાવીને ઘરે ઘરે શુધ્ધ પીવાનું પાણી પહોંચાડવાના વિઝન થી વિસનગર જૂથ પાણી પુરવઠા યોજના અમલી બનાવી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રાજ્યમાં પિયત વિસ્તાર 68 લાખ હેક્ટર થઇ જવા પામ્યો

નર્મદાના નીર થકી વિસનગરના ગામે ગામે શુધ્ધ પીવાનું પાણી પહોંચતા હવેથી ગ્રામ્ય વિસ્તારમાં દૈનિક ઘોરણે વ્યક્તિદીઠ 100 લીટર અને શહેરી વિસ્તારમાં 140 લીટરના આયોજન સાથે સમગ્ર તાલુકામાં 5 કરોડ અને 40 લાખ લીટરનું શુધ્ધ પીવાનું પાણી દૈનિક ઘોરણે ઉપલબ્ધ બન્યું છે તેમ મંત્રી ઋષિકેશ પટેલ કહ્યું હતુ.મંત્રી એ અગાઉની પરિસ્થિતીનો સંદર્ભ આપતા જણાવ્યું કે, અગાઉ ગુજરાત રાજ્ય પાણીથી સંકટગ્રસ્ત રાજ્ય હતુ. ગુજરાતમાં અગાઉના શાસનમાં ટેન્કર રાજ ચાલતા હતા. લોકોને દુષ્કાળની પરિસ્થિતિમાં 3થી4 દિવસે માંડ પાણી પહોંચતું.તેમણે વધુમાં ઉમેર્યુ કે,પીએમ નરેન્દ્રભાઇએ જ્યારે સાશનની ધૂરા સંભાળી ત્યારે ગુજરાતમાં 32 લાખ હેક્ટર પિયત વિસ્તાર હતો. 20 વર્ષના સુશાસનના પરિણામે આજે રાજ્યમાં પિયત વિસ્તાર 68 લાખ હેક્ટર થઇ જવા પામ્યો છે.

નર્મદાના નીર  વિસનગરના ગામે ગામે પહોંચ્યા

નર્મદાના નીર આજે વિસનગરના ગામે ગામે પહોંચ્યા છે.નર્મદાનું પાણી સમગ્ર રાજ્યમાં પહોંચાડવા અને સરદાર સરોવર ડેમની ઉંચાઇ વધારવાગુજરાતે અનેક પડકારોનો સામનો કર્યો છે. નર્મદા ડેમની ઉંચાઇ વધારવા મંજૂરી આપતા આજે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં નર્મદાના નીર પહોંચ્યા છે. મંત્રી ઋષિકેશ પટેલે વિસનગરમાં થયેલ ચોમેર વિકાસનો ચિતાર આપતા જણાવ્યું કે, વિસનગરમાં અધતન સાયન્સ કોલેજ, બસ ડેપો, નવીન આઇ.ટી.આઇ. અને અત્યાધુનિક સુવિધાઓ અને માનવબળથી સજ્જ સિવિલ હોસ્પિટલ નિર્માણ પાણી છે જે વિસનગર જનોની જનસુખાકારીમાં વધારો કરી રહી છે.

 

Next Article