OMICRON : મહેસાણામાં ઓમિક્રોનનો એક કેસ નોંધાયો, ગુજરાતમાં કુલ પાંચ કેસ થયા

|

Dec 16, 2021 | 11:57 AM

OMICRON IN GUJARAT : ગુજરાતમાં જામનગરમાં 3, સુરતમાં એક અને આજે મહેસાણાનો એક થઈને ઓમિક્રોનના કુલ 5 કેસ થયા છે.

OMICRON : મહેસાણામાં ઓમિક્રોનનો એક કેસ નોંધાયો, ગુજરાતમાં કુલ પાંચ કેસ થયા
Mehsana women tests omicron positive

Follow us on

MEHSANA : ગુજરાતમાં ઓમિક્રોન વેરીએન્ટનો વધુ એક કેસ નોધાયો છે. મહેસાણાના વિજાપુરના 41 વર્ષના મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઓમિક્રોન પોઝિટીવ આવેલી મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.મહિલાના સ્વજનોમા ઝિમ્બાબ્વેથી આવેલા પરિવારજનો એક બેસણા પ્રસંગે મળ્યા હતા.ઝિમ્બાબ્વેથી આવેલા સ્વજનોનો ત્રણ-ત્રણ વખત રિપોર્ટ કર્યા બાદ પણ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. મહિલા ઓમિક્રોન સંક્રમિત કેવી રીતે થઇ તે શોધવું આરોગ્ય વિભાગ માટે મોટો પડકાર છે.

ગુજરાતમાં જામનગરમાં 3, સુરતમાં એક અને આજે મહેસાણાનો એક થઈને ઓમિકરીનના કુલ 5 કેસ થયા છે. જામનગરમાં ઓમિક્રોન વેરિઅન્ટના ત્રણ કેસ નોંધાયા હતા, જેમાં ઝિમ્બાબ્વેથી પરત ફરેલા 72 વર્ષીય એનઆરઆઈ વ્યક્તિ, એન તેના બે સંબંધી પણ આ વેરીએન્ટથી સંક્રમિત થયા હતા. જો કે આ 72 વર્ષીય એનઆરઆઈ વ્યક્તિનો હાલમાં જ પ્રથમ રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. આમ છતાં સાવચેતીના ભાગરૂપે એમને કોવિડ વોર્ડમાં રાખવામાં આવ્યાં છે.

જામનગરના ત્રણ કેસ બાદ ગત સોમવારે સુરતમાં ઓમિક્રોન વેરીએન્ટનો પ્રથમ કેસ નોંધાતા ગુજરાતમાં ઓમિક્રોન કેસની સંખ્યા વધીને ચાર થઈ હતી . સોમવારે સુરતમાં ઓમિક્રોન વેરીએન્ટ ચેપગ્રસ્ત વ્યક્તિની ઓળખ કરવામાં આવી હતી. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી હેલ્થ કમિશનર ડો. આશિષ નાયકે જણાવ્યું હતું કે આ વ્યક્તિ તાજેતરમાં દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યો હતો.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

જો કે ઓમિક્રોનની દહેશત વચ્ચે સુરત માટે રાહતના સમાચાર આવ્યાં છે.સુરત મહાનગરપાલિકાની ચિંતા ઓછી થઇ છે.કારણ કે સુરતમાં નોંધાયેલો ઓમિક્રોન દર્દીનો બીજો રિપોર્ટ આજે 16 ડીસેમ્બરના રોજ નેગેટિવ આવ્યો છે. વરાછાના યુવકનો સારવાર બાદ ઓમિક્રૉનનો બીજો રિપોર્ટ નેગેટિવ આવતા મહાનગર પાલિકાએ રાહતનો શ્વાસ લીધો છે. મહત્વનું છે કે દક્ષિણ આફ્રિકાથી આવેલા યુવકના 3 ડિસેમ્બરે સેમ્પલ લેવાયા હતા.અને પૂણેની લેબમાં સેમ્પલ તપાસતા યુવક ઓમિક્રોન પોઝિટિવ હતો.

કોરોના વાઇરસનું મ્યુટેશન ઓમિક્રોન છે કે નહીં તેની જાણ માત્ર 8થી 10 કલાકમાં થઈ શકે તેવી પૉલિમરેજ ચેઇન રિએક્શન (પીસીઆર) પદ્ધતિ ગુજરાત બાયોટૅક્નોલોજી રિસર્ચ સેન્ટરે વિકસાવી છે. જોકે સમગ્ર દેશમાં આ પદ્ધતિ વિકસાવવામાં જીબીઆરસી બીજા ક્રમે છે. ઓમિક્રોન મ્યુટેશન હોવાની ઝડપી જાણથી નિદાન અને સારવારની કામગીરી સરળ બને છે.

આ પણ વાંચો : ANAND : કૃષિ વિષયક અભ્યાસક્રમના માધ્યમથી આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન થઇ શકે છે સાકાર

આ પણ વાંચો : CORONA : સુરતમાં સંસ્કાર ભારતી સ્કૂલના વધુ બે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત

Published On - 11:39 am, Thu, 16 December 21

Next Article