મહેસાણા: માતા અને બાળકો કુપોષિત ન રહે તે માટે સરપંચોને આપવામાં આવી તાલીમ

|

Jun 19, 2022 | 7:57 AM

મહેસાણાના(Mehsana) ગ્રામ્ય વિસ્તારમાં પોષણ સેવાઓનો વ્યાપ વધે તેમજ તે અંગે ગુણવત્તા પણ મળે તે માટે વિવિધ સરપંચો માટે તાલીમ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

મહેસાણા:  માતા અને બાળકો કુપોષિત ન રહે તે માટે સરપંચોને આપવામાં આવી તાલીમ
Mehsana: Training given to sarpanches to prevent malnutrition of mothers and children

Follow us on

મહેસાણાના(Mehsana) ગ્રામ્ય વિસ્તારમાં પોષણ સેવાઓનો વ્યાપ વધે તેમજ તે અંગે ગુણવત્તા પણ મળે તે માટે અલાઈવ એન્ડ થ્રાઇવ સંસ્થા અને આઇસી.ડી.એસ. (Child Development Scheme)ના સંયુક્ત ઉપક્રમે તાલુકા પંચાયતના માર્ગદર્શન હેઠળ સરપંચો માટે તાલીમ કાર્યક્મનું આયોજન કરવામાં આવ્યું હતુ. સરપંચો મોબાઇલ એપ્લિકેશનના ઉપયોગથી લોકોને કેવી રીતે સમજાવી શકે તે માટે જરૂરી તમામ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ એક દિવસીય તાલીમ કાર્યક્રમમાં જિલ્લાના વિસનગર, વિજાપુર, જોટાણા, ખેરાલુ અને બેચરાજી તાલુકાના સરપંચો જોડાયા હતા. ગ્રામ્ય વિસ્તારના બાળકો તેમજ માતાનું આરોગ્ય સુધારે તેમજ સુપોષિત થાય તે માટે સંકલિત બાળ વિકાસ સેવા યોજના ચાલે છે. ત્યારે આ તાલીમમાં સરપંચોને પોષણ સેવાઓમાં ભાગીદારી વધે તે માટે માર્ગદશન પુરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર જીજ્ઞાસા દવે દ્વારા આઈસીડીએસની વિવિધ યોજનાઓ વિશેની સમગ્ર માહિતી આપવામાં આવી હતી.

અલાઈવ એન્ડ થ્રાઇવ સંસ્થાના સ્ટેટ પ્રોગ્રામ કો–ઓર્ડીનેટર જગદીશભાઈ સાઠે અને જિલ્લા પ્રોગ્રામ કો–ઓર્ડીનેટર ભરતભાઈ ગોઠી દ્વારા તાલીમનો ઉદેશ્ય અને પોષણ સેવાઓમાં ગામના સરપંચ કેટલો મહત્વનો ભાગ ભજવી શકે છે તે માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  ગ્રામ્ય વિસ્તારોમાં માતા અને બાળકમાં કુપોષણનું પ્રમાણ ઓછું તાય તે માટે સરકારે કમર કસી છે કુપોષણ મુક્ત ગુજરાત બનાવવા માટે અભિયાન હાથ ધર્યું છે ત્યારે માતાઓ કે બાળકો કુપોષણ યુક્ત ન રહે તે માટે સરકારની વિવિધ યોજનાના માધ્યમથી જાગૃતિ લાવવા ગુજરાતને કુપોષણ મુક્ત કરવા આ તાલીમ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ગ્રામ પંચાયત ડેવલોપમેન્ટ પ્લાન (GPDP) માં પોષણ મુદાઓનો સમાવેશ કરી જરૂરી સંશોધનો સમાવેશ કરાય અને ગ્રામ આરોગ્ય અને સ્વચ્છ્તા સમિતિ સક્રિય બને તે માટે ઓડિયો વિડીયો વિઝયુલ દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. તેમજ પોષણયુક્ત આહાર અંગે જાગૃતતા કેવી રીતે વધારવી તે અંગે  પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતુું. આ એક દિવસીય તાલીમ કાર્યક્રમમાં મહેસાણા જીલ્લાના સરપંચો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આઈસીડીએસ યોજના નીચેના હેતુઓ સાથે ૧૯૭૫માં શરૂ કરવામાં આવી હતી

૦ થી ૬ વર્ષના બાળકોના પોષણ અને આરોગ્ય સ્થિતિ સુધારવા માટે

બાળકના યોગ્ય, માનસિક શારીરિક અને સામાજિક વિકાસ માટે

મૃત્યુ ભારણ ઘટાડવા, કુપોષણ અને શાળા ડ્રોપઆઉટના નિવારવા

આરોગ્ય અને યોગ્ય પોષણ અને આરોગ્ય શિક્ષણ દ્વારા બાળકના પોષણ જરૂર સંભાળ માતા ક્ષમતા વધારવા માટે

Next Article