Mehsana : સખી મેળો વંદે ગુજરાત પ્રદર્શનનું ખુલ્લુ મુકાયું, આરોગ્ય મંત્રીએ કહ્યું ગુજરાતે 22 વર્ષમાં વિકાસની હરણફાળ ભરી

|

Jun 01, 2022 | 9:45 PM

મહેસાણામાં( Mehsana) વંદે ગુજરાત 20 વર્ષના સાથ 20 વર્ષનો વિશ્વાસ સરકારની 20 વર્ષની વિકાસ યાત્રા પ્રદર્શન તેમજ જિલ્લા કક્ષાના મેળાનું આયોજન કરી ગ્રામ્ય મહિલાઓને રોજગાર પુરી પાડવાનો નવતર પ્રયોગ સરકાર દ્વારા કરાયો છે.

Mehsana : સખી મેળો વંદે ગુજરાત પ્રદર્શનનું ખુલ્લુ મુકાયું, આરોગ્ય મંત્રીએ કહ્યું  ગુજરાતે 22 વર્ષમાં વિકાસની હરણફાળ ભરી
Mehsana Sakhi Melo Vande Gujarat Exhibition

Follow us on

ગુજરાતના (Gujarat)  આરોગ્યમંત્રીએ સખી મેળો વંદે ગુજરાત પ્રદર્શનને (Sakhi Vande Gujarat)ખુલ્લુ મૂક્યું હતું. તેમણે વંદે ગુજરાતના પ્રદર્શનને ખુલ્લો મુક્યા બાદ આરોગ્ય મંત્રીએ વિઝીટ બુકમાં લખ્યું હતું કે 21 મી સદીમાં ગુજરાતનો પ્રવેશ અને 22 વર્ષ 21 મી સદીની ગુજરાતની ઝાંખી પ્રદર્શન જોઇ વિકાસની સતત ખેવના અને વિકાસની ભૂખ પ્રજાની દેખાઇ આવે છે.સાથે સાથે બહેનોના મજબૂતની કરણમાં સરકારની અસરકારકતા પણ સખી મંડળના સ્ટોલ પર જોવા મળી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે(Rishikesh Patel)  વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતે છેલ્લા 22 વર્ષોમાં વિકાસની હરણફાળ ભરી છે. રાજ્યના નાગરિકોને પાણી,વીજળી,ખેતી જેવી અનેક માળખાકીય સુવિધાઓ મળી છે. 22 વર્ષ પહેલાનાં ગુજરાત અને આજનું ગુજરાત માટે નાગરિકોને જે સુખ અને સુવિધાઓ મળી છે તેમાં સરકારનો પુરૂષાર્થ રહ્યો છે.

08 વર્ષમાં કેન્દ્રના વિકાસ થકી ભારત વિશ્વગુરૂ માટેનું નેતૃત્વ સાકાર કરી રહ્યું છે

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે રાષ્ટ્ર વિશ્વગુરૂ બનવા જઇ રહ્યું છે જેની ઝાંખી આ પ્રદર્શન દ્વારા જોવા મળી રહ્યુ છે.તેમણે ઉમેર્યું હતું કે સરકારે મહિલાઓને સશક્ત બનાવવાનું કામ કર્યું છે. દેશના પ્રઘાનમંત્રી  નરેન્દ્ર  મોદીએ સરકારની યોજનાઓ ઘર ઘર સુધી પહોંચે તેની ચિંતા કરી છે. આરોગ્ય મંત્રીએ ઉમેર્યું હતું કે વંદે ગુજરાત 20 વર્ષનો વિશ્વાસ અને 20 વર્ષનો વિકાસના આ પ્રદર્શનમાં નવી પેઢી ભુતકાળની મુશ્કેલીઓ અને વર્તમાનની સુવિધાઓથી અવગત થનાર છે. રાજ્યમાં છેલ્લા 22 વર્ષમાં રાજ્યનો વિકાસ અને 08 વર્ષમાં કેન્દ્રના વિકાસ થકી ભારત વિશ્વગુરૂ માટેનું નેતૃત્વ સાકાર કરી રહ્યું છે.

20 વર્ષની વિકાસ યાત્રા પ્રદર્શન તેમજ સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓનું પ્રદર્શન કમ વેચાણ

વંદે ગુજરાત 20 વર્ષના સાથ 20 વર્ષનો વિશ્વાસ સરકારની 20 વર્ષની વિકાસ યાત્રા પ્રદર્શન તેમજ જિલ્લા કક્ષાના મેળાનું આયોજન કરી ગ્રામ્ય મહિલાઓને રોજગાર પુરી પાડવાનો નવતર પ્રયોગ સરકાર દ્વારા કરાયો છે.સરકારની 20 વર્ષની વિકાસ યાત્રા પ્રદર્શન તેમજ સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓનું પ્રદર્શન કમ વેચાણ વ્યવસ્થા માર્કેટિંગ ઇન્ફ્રાસ્ટ્રકચર પુરૂ પાડવા માટે મહેસાણા શહેરમાં અવસર પાર્ટી પ્લોટની સામે 07 જુન સુધી કરાયું છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મહેસાણા જિલ્લામાં ગ્રામિણ મહિલા સ્વસહાય જૂથો,કારીગરો દ્વારા ઉત્પાદિત કલાત્મક ચીજવસ્તુઓનું પ્રદર્શ કમ વેચાણ થાય તે પ્રકારની બજાર વ્યવસ્થા ઉભી કરાઇ છે.આ પ્રદર્શનમાં સરકારની દિન દયાળ અંત્યોદય યોજના,રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન અંતર્ગત રચાયેલા મહિલા સ્વસહાય જુથો,સભ્યો અને સંસ્થા દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓ જેવી કે હેન્ડીક્રાફ્ટની બનાવટ,થેલા,પર્સ,દોરી વર્ક,કિડસવેર,વિવિધ ઇમિટેશન,જ્વેલરી, ઘર સુશોભનની ચીજ વસ્તુઓ,ખાધ ચીજ વસ્તુઓ જેવી ફાસ્ટ ફૂડ,હાઇજેનિક બેકરી પ્રોડકટ, અથાણા,ખાખરા,પાપડ વગેરે આર્કષણનું કેન્દ્ર બન્યા છે.

 

Published On - 8:59 pm, Wed, 1 June 22

Next Article