Mehsana: બેચરાજી તાલુકાના ચડાસણા ગામે રીચાર્જ વેલનું નિર્માણ કરાયું, પ્રતિ વર્ષ કરોડો લિટર પાણી જમીનમાં ઉતરશે

|

Jun 24, 2022 | 5:52 PM

મહેસાણાના(Mehsana) સાંસદ શારદાબેન પટેલ દ્વારા “સાંસદ આદર્શ ગ્રામ યોજના” હેઠળ પસંદગી પામેલા બેચરાજી તાલુકાના ચડાસણા ગામમાં રીચાર્જ વેલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું.

Mehsana: બેચરાજી તાલુકાના ચડાસણા ગામે રીચાર્જ વેલનું નિર્માણ કરાયું, પ્રતિ વર્ષ કરોડો લિટર પાણી જમીનમાં ઉતરશે
Mehsana Recharge Well

Follow us on

ગુજરાતના મહેસાણા (Mehsana) જિલ્લાના ચડસણા ગામમાં જળસંચય અભિયાનની(Jal Sanchay)  શરૂઆત કરી છે. જેમાં ચડાસણા ગામમાં રિચાર્જ વેલનું (Recharge well) લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ રીચાર્જ વેલ આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી બનાવવામાં આવ્યો છે. તેમાં વોટર ફ્લો મીટર લગાવવામાં આવ્યું છે જેથી કેટલા લીટર પાણી જમીનમાં ઊતર્યું તે પણ મોબાઇલ એપ દ્વારા જાણી શકાશે. આ રીચાર્જ વેલ ૪ કલાકમાં અંદાજે 1,00,000 (એક લાખ) લીટર પાણી જમીનમાં ઉતારી શકે તેટલી ક્ષમતા ધરાવે છે. જેથી પ્રતિ વર્ષ કરોડો લિટર વધારાનું બગડતું પાણી જમીનમાં ઊતરશે. આ એક શરૂઆત છે આવનારી પેઢીને પાણી જેવી અમૂલ્ય ભેટ આપવાની કારણ કે જળ એ જીવન છે અને જળ વગરનું જીવન શક્ય નથી. રાજ્યમાં ભવિષ્યના પાણીના સંકટ થી બચવા જળ સંરક્ષણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત કેન્દ્ર સરકાર અનેક યોજનાઓ ચલાવી રહી છે. જળ સંચય અને રીચાર્જ કૂવા માટે સરકાર અનેક વાર અપીલ કરી રહી છે.

પૂરતા રિસર્ચના અંતે ગામના તળાવની બાજુમાં રીચાર્જ કૂવો બનાવવાનું નક્કી કરવામાં આવ્યું

મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ દ્વારા “સાંસદ આદર્શ ગ્રામ યોજના” હેઠળ પસંદગી પામેલા બેચરાજી તાલુકાના ચડાસણા ગામમાં રીચાર્જ વેલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. રીચાર્જ વેલ કેવી રીતે બનાવવો અને કેવી રીતે વધુમાં વધુ પાણી જમીનમાં ઉતારી શકાય જેથી પાણીના તળ ઊંચા આવે તેની માટે તેમના દ્વારા એક ટીમ બનાવીને સર્વે કરવામાં આવ્યો અને પાણીના આવરાનો અભ્યાસ કરવામાં આવ્યો અને પૂરતા રિસર્ચના અંતે ગામના તળાવની બાજુમાં રીચાર્જ કૂવો બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. આ રીચાર્જ કુવા માં આ ચોમાસા દરમિયાન કેટલું પાણી સંગ્રહ થાય છે તેનો ઊંડાણ પૂર્વકનો અભ્યાસ કાર્ય બાદ અન્ય ગામોમાં પણ આ ટેકનોલોજી થી રીચાર્જ કુવા બનાવવામાં આવશે. આ સિવાય જુના બંધ થયેલા કુવાઓ નો સર્વે કરીને જે પણ કુવા જીવતા કરી શકાય તેમ હોય તેની માહિતી ભેગી કરીને તે કુવાઓ ને જીવતા કરવાની દિશામાં આગળની નક્કર કામગીરી કરવામાં આવશે.

અનિલ ત્રિભુવન જળ વ્યવસ્થાપન યોજના” નામ થી રીચાર્જ વેલ શરૂ કરાયું

મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ દ્વારા તેમના દ્વારા સાંસદ આદર્શ ગામ યોજના અંતર્ગત પસંદગી પામેલા ગામોમાં આવનારી પેઢી ને પૂરતું પાણી મળી રહે તે માટે પાણી બચાવવા અને વધારાનું વહી જતું પાણી પાછું જમીનમાં ઉતારવા માટે રીચાર્જ કુવાનો વિચાર આવ્યો. તેમણે “અનિલ ત્રિભુવન જળ વ્યવસ્થાપન યોજના” નામ થી રીચાર્જ વેલ, જૂના બંધ થયેલા કૂવાને ફરીથી જીવતા કરવા, પ્રધાનમંત્રી ના “કેચ ધ રેન” સુત્રને સાર્થક કરતા વરસાદી પાણીનો સંગ્રહ જેવી પદ્ધતિનો ઉપયોગ કરીને વધુમાં વધુ પાણીનો બચાવ આવનારી પેઢી માટે કરી શકાય તે દિશામાં પ્રયત્નો શરૂ કર્યા.તેમના પ્રયત્નો થી ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના ની મદદ થી ખેતી માટે અને પીવા માટે પાણી ની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમના વિચારોને પોતાનો આદર્શ બનાવી સંસદસભ્ય

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ચડાસણા ગામના રીચાર્જ વેલના લોકાર્પણના આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલ, પૂર્વ સિંચાઇ મંત્રી અરવિંદભાઈ ત્રિભોવનદાસ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિ અધ્યક્ષ હરિભાઈ પટેલ, સિંચાઇ સમિતિ ચેરમેન ગણપતભાઈ પટેલ, બેચરાજી વિસ્તારના જિલ્લા તથા તાલુકા ડેલિગેટઓ, સરપંચ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

Next Article