Mehsana : બેચરાજી ખાતે ચૈત્રી નવરાત્રી મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં, પરંપરાગત લોકમેળો 14 એપ્રિલ થી 16 એપ્રિલ સુધી યોજાશે

|

Mar 23, 2022 | 6:10 PM

બહુચરાજી માતાજીની પૂનમની પાલખી ચૈત્ર સુદ પુનમને શનિવારના રોજ 16 એપ્રિલના રોજ રાત્રે 09-30 ચૈત્રી પૂનમની પાલખી નીજ મંદિરથી નીકળી શંખલપુર મુકામે જનાર છે.ચૈત્રી પુનમનો પરંપરાગત લોકમેળો 14 એપ્રિલ થી 16 એપ્રિલ દરમિયાન યોજાનાર છે.

Mehsana : બેચરાજી ખાતે ચૈત્રી નવરાત્રી મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં, પરંપરાગત લોકમેળો 14 એપ્રિલ થી 16 એપ્રિલ સુધી યોજાશે
Mehsana becharaji temple (File Image)

Follow us on

ગુજરાતમાં મહેસાણા(Mehsana)જિલ્લાના પવિત્ર યાત્રાધામ બેચરાજી(Becharaji)ખાતે બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ચૈત્રી નવરાત્રી મહોત્સવનું(Chaitra Navratri) આયોજન કરાયું છે.જેમાં 01 એપ્રિલને શુક્રવાર,ફાગણ વદ અમાસને શુક્વારના રોજ મંદિર પ્રક્ષાલન વિધી બપોરે 12-00 કલાકે થનાર છે.02 એપ્રિલને ચૈત્ર સુદ એકમ શનિવારના રોજ સવારે 07-30 કલાકે ઘટ સ્થાપન વિધી થનાર છે.શતચંડી યજ્ઞ પ્રારંભ 07 એપ્રિલને ચૈત્ર સુદ છઠને ગુરૂવારના રોજ સવારે 10-30 કલાકે થનાર છે.શતચંડી યજ્ઞનની પુર્ણાહુતિ ચૈદ સુદ આઠમને શનિવારના રોજ સવારે 09 એપ્રિલને સાંજે 05 કલાકે થનાર છે. માતાજીના આઠમની પાલખી 09 એપ્રિલને શનિવાર ચૈત્ર સુદ આઠમના રોજ રાત્રે 09-30 કલાકે થનાર છે.માતાજીના આઠમના પલ્લી ખંડ નૈવૈધ ચૈત્ર સુદ આઠમને શનિવારના તારીખ 09 એપ્રિલના રોજ રાત્રે 12 કલાકે યોજાનાર છે. આ ઉપરાંત જ્વારા ઉત્થાપન વિધી ચૈત્ર સુદ દશમને સોમવારના રોજ 11 એપ્રિલ સવારે 07-30 કલાકે થનાર છે.

આ ઉપરાંત માતાજીની પૂનમની પાલખી ચૈત્ર સુદ પુનમને શનિવારના રોજ 16 એપ્રિલના રોજ રાત્રે 09-30 ચૈત્રી પૂનમની પાલખી નીજ મંદિરથી નીકળી શંખલપુર મુકામે જનાર છે.ચૈત્રી પુનમનો પરંપરાગત લોકમેળો 14 એપ્રિલ થી 16 એપ્રિલ દરમિયાન યોજાનાર છે. તેમ વહીવટદાર  બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ બહુચરાજીની અખબારી યાદીમાં જણાવાયું છે.

નવરાત્રીના 9 દિવસનું મહત્વ

નવરાત્રીનો તહેવાર દેવી દુર્ગાની પૂજા અને શક્તિની ઉપાસનાનો તહેવાર છે. જેમાં સમગ્ર 9 દિવસ સુધી દેવી દુર્ગાના 9 અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ વખતે ચૈત્ર નવરાત્રી 2 એપ્રિલથી શરૂ થશે અને 11 એપ્રિલ સુધી ચાલશે. આ વખતે ચૈત્ર નવરાત્રી 9 દિવસની રહેશે. શાસ્ત્રોમાં 9 દિવસની નવરાત્રિ ખૂબ જ શુભ માનવામાં આવે છે, જ્યારે 8 દિવસની નવરાત્રિ શુભ માનવામાં આવતી નથી. 10 દિવસની નવરાત્રી ખૂબ જ ખાસ હોય છે.નવરાત્રીનો તહેવાર 9 દિવસ સુધી ચાલે છે જ્યારે તારીખ સામાન્ય હોય છે.આ વર્ષે ચૈત્રી નવરાત્રી 9 દિવસ સુધી ચાલશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ પણ વાંચો : જયેશ રાદડિયા vs હરીફ જુથ વચ્ચે આવતીકાલે ખરાખરીનો જંગ, રા.લો.સંઘની બોર્ડ બેઠકમાં થશે પારખાં

આ પણ વાંચો :  Surat: ઈલેક્ટ્રિક વાહનનો ક્રેઝ વધ્યો હોવાનો મ્યુનિસિપલ કમિશનરનો દાવો, ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધીને 5600થી વધુ થઇ

Published On - 6:00 pm, Wed, 23 March 22

Next Article